રિક્ષાની ઠોકરે બાઈક પરથી પટકાઈ પડેલું દંપતી ડમ્પર હેઠળ કચડાયું!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જૂનાગઢ : વંથલી તાલુકાના સાંતલપુર નજીક બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા બાઈક સવાર પ્લાસવાનું દંપતિ રોડ પર પડી ગયું હતું. જેમાં બંનેને ગંભીર ઈજા થઈ હતી. આ દરમિયાન પાછળ આવતું ડમ્પર દંપતિના પગ પર ફરી વળતા બંનેનું ગંભીર ઈજા થવાથી મોત થયું હતું. આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી.
આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢ તાલુકાના પ્લાસવામાં રહેતા ચંદુભાઈ દુદાભાઈ ઘોણીયા (ઉ.વ.૬૩) અને તેના મનિષાબેન ચંદુભાઈ ઘોણીયા (ઉ.વ.૬૦) આજે વંથલી તાલુકાના સાંતલપુર ગામે ફુવાની ઉત્તરક્રિયામાં ગયા હતા. બપોરે આ દંપતિ બાઈક પર પરત પ્લાસવા તરફ જવા માટે નીકળ્યું હતું. સાંતલપુરથી વંથલી તરફ આવતી વખતે સામેથી આવેલી રિક્ષા બાઈક સાથે અથડાઈ હતી જેમાં ચંદુભાઈ તથા તેના પત્ની મનિષાબેન રોડ પર ફંગોળાયા હતા. જેમાં બંનેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારે જ પાછળથી આવતું ડમ્પર ફંગોળાયેલા દંપતિના પગ પર ફરી વળ્યું હતું જેમાં બંનેને ગંભીર ઈજા થઈ હતી. વાહનચાલકોએ ૧૦૮ને જાણ કરતા દંપતિને વંથલી બાદ જૂનાગઢ ખસેડાયા હતા પરંતુ બંનેનું સારવાર પૂર્વે જ મોત થયું હતું.
આ અકસ્માત બાદ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. વંથલી પોલીસે ઘટના સ્થળે જઈ ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.
પ્લાસવાના દંપતિની સાંજે અંતિમયાત્રા નીકળતા ગામમાં ગમગીની વ્યાપી ગઈ હતી. આ મામલે વંથલી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.




