Get The App

જૂનાગઢ જિલ્લામાંથી લેવાયેલા 167 સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટીવ

- હજુ 167 જેટલા સેમ્પલનો રિપોર્ટ પેન્ડિંગ

- અત્યાર સુધીમાં 29 માંથી 24 દર્દી ડિસ્ચાર્જ, હાલ જૂનાગઢ શહેરના ત્રણ, તથા કેશોદ અને માળિયા હાટીનાના એક-એક મળી પાંચ દર્દી સારવાર હેઠળ

Updated: Jun 1st, 2020

GS TEAM

Google News
Google News
જૂનાગઢ જિલ્લામાંથી લેવાયેલા 167 સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટીવ 1 - image


જૂનાગઢ,તા.31 મે 2020 રવિવાર

જૂનાગઢ જિલ્લામાંથી જે સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી આજે 167 સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જ્યારે હજુ 167 સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ છે. જિલ્લામાંથી અત્યાર સુધીમાં 29 પોઝીટીવ કેસ આવ્યા હતા. તેમાંથી 24 દર્દી ડિસ્ચાર્જ થઈ ગયા છે. હાલ પાંચ દર્દી સારવાર હેઠળ છે.

જૂનાગઢ જિલ્લામાંથી શંકાસ્પદ લક્ષણ ધરાવતા વ્યક્તિના સેમ્પલ લેવાયા હતા. તેમાંથી આજે જૂનાગઢ શહેરના 38, ગ્રામ્યના 16, વંથલીના 8, ભેંસાણના 5, વિસાવદરના 14, માણાવદરના 12, માળિયા હાટીનાના 21, મેંદરડાના 10, માંગરોળના 20 અને કેશોદના 20 મળી કુલ 167 સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જ્યારે હજુ 167 સેમ્પલનો રિપોર્ટ પેન્ડિંગ છે.

આજે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાંથી વધુ આઠ દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. અત્યાર સુધીમાં કુલ 24 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ જૂનાગઢ શહેરના 3 તથા કેશોદ અને માળિયાહાટીના તાલુકાના એક-એક દર્દી મળી કુલ પાંચ દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી ત્રણ સ્ટેબલ છે. એક જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં તથા એક રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સપોર્ટ પર છે.

અત્યાર સુધીમાં જે સેમ્પલ લેવાયા છે તેમાંથી 4199 નેગેટીવ, 29 પોઝીટીવ આવ્યા છે. જ્યારે 167 રિપોર્ટ પેન્ડીંગ છે.

Tags :