Gujarat

ધારાસભ્ય, ભાજપના નેતાઓ અંગે અભદ્ર વિડીયો અપલોડ કરનાર સામે ફરિયાદ

By GS Team
27 Apr 20201 min read
This article was originally published on 27 Apr 2020

જૂનાગઢ,તા. 27 એપ્રિલ, 2020 સોમવાર

કેશોદમાં શાંતી ડહોળવાના ઈરાદાથી એક શખ્સે ધારાસભ્ય તથા ભાજપના નેતાઓ અંગે અભદ્ર ભાષામાં એક વિડીયો ફેસબુક પર અપલોડ કર્યો હતો. આ મામલે ગંગનાથપરામાં રહેતા શખ્સ સામે ફરિયાદ થઈ છે. જ્યારે માંગરોળમાં લોકોની લાગણી દુભાય તેવી પોસ્ટ સોશ્યલ મિડિયામાં વાઈરલ કરનાર બે  શખ્સ સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

માંગરોળમાં 

આ અંગેની વધુ વિગત મુજબ હાલ લોકડાઉન અમલમાં છે. આ માહોલમાં કેશોદના ગંગનાથપરા વિસ્તારમાં રહેતા ગેફીક ઉર્ફે શહેલાઝ નામના શક્સે કેશોદમાં શાંતી ડહોળવાના ઈરાદાથી પોતાના ફેસબુક પ્રોફાઈલમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા ભાજપના નેતાઓ કાર્યકરો તેમજ કોળી સમાજ વિશે અભદ્ર ભાષામાં વિડીયો બનાવી અપલોડ કર્યો હતો. અને તેમાં ધમકી પણ આપી હતી.

આ મામલે સંદીપભાઈ ઉર્ફે કાલી પરબતભાઈ ભરડાએ ફરિયાદ કરતા પોલીસે તૈફીક ઉર્ફે શહેલાઝ રહીમ ઠેબા સામે ગુનો દાખલ કર્યો છે. આ શખ્સ રાજકોટ હોવાથી એલ.સી.બી. ત્યાથી તેને પકડી લઈ ક્વોરન્ટાઈનમાં રાખ્યો છે. અને તેના ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે.

જ્યારે માંગરોળમાં લોકોની લાગણી દુભાય તેવી પોસ્ટ સોશ્યલ મિડીયામાં વાઈરલ કરનાર અરસદ મહમદ ઉદીયા તથા વિસનગરનાં અમજદ પઠાણ સામે માંગરોળ પી.એસ.આઈ. એન.કે.વિંઝુડાએ ફરિયાદ કરી બંને સામે શાંતી ભંગ કરવાના ઈરાદે અફવા ફેલાવ્યા અંગેનો ગુનો દાખલ કર્યો હતો.