Jamnagar

જામનગરમાં પાણીના ધંધાની અદાવતમાં વેપારી યુવાન પર છરી વડે હુમલો : ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ

By GS Team
5 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરના શરુ સેકશન રોડ પર માસ્તર સોસાયટી નજીક રામાપીર મંદિર પાસે, પાણીના ધંધાની અદાવતમાં 55 વર્ષીય વેપારી મહેશભાઈ પરમાર પર છરી વડે હુમલો થયો હતો. અશ્વિન વિરમગામા, નીલેશ વિરમગામા અને અશ્વિનના પુત્રએ ગાળો ભાંડી, નીલેશે મહેશભાઈના ગાલ પર છરી મારી ઇજા પહોંચાડી. સિટી-સી ડિવિઝન પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં પાણીના ધંધાની અદાવતમાં વેપારી યુવાન પર છરી વડે હુમલો : ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ

Jamnagar Crime : જામનગરના શરુ સેકશન રોડ પર માસ્તર સોસાયટી પાછળ ફીયોનીકા સોસાયટી નજીક રામાપીર મંદિર પાસે પાણીના ધંધાની અદાવતમાં વેપારી પર છરી વડે હુમલો કરવામાં આવ્યાની ફરિયાદ સિટી-સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
પોલીસ ફરિયાદ મુજબ, પાણીનો ધંધો કરતા મહેશભાઈ દામજીભાઈ પરમાર (ઉં.વ. 55) સાથે પાણીના ધંધાની અદાવત રાખી અશ્વીનભાઈ પોલાભાઈ વિરમગામા, નીલેશ અશ્વીનભાઈ વિરમગામા અને અશ્વીનભાઈનો પુત્ર ત્યાં આવ્યા હતા.
આ દરમિયાન આરોપી નં. 1 અને 3એ મહેશભાઈને ગાળો આપી હતી, જ્યારે આરોપી નં. 2એ છરી વડે તેમના ગાલ પર છરકો મારી દેતાં લોહી નીકળતી ઇજા થઈ હતી. ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારી કરી હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ બનાવમાં હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યાનો પણ ગુનો નોંધાયો છે. સિટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 118(1), 296(ખ), 54 તથા જી.પી. એક્ટની કલમ 135 (1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.