Jamnagar

એક તરફ પાણીની તંગી, બીજી તરફ બેદરકારી: જામનગરમાં અડધી રાત્રે દિગજામ સર્કલ પર વહ્યું બેદરકારીનું 'ઝરણું', લાખો લિટર પાણી વેડફાયું

By GS Team
11 Nov 20262 mins read
TukuTouch Logo
જામનગર શહેરમાં દિવાળીના 3 દિવસ દરમિયાન ફટાકડાને કારણે આગના કુલ 116 બનાવો નોંધાયા હતા. મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગે 9 સેક્ટરમાં વહેંચી, 7,50,000 લિટર પાણી વાપરી, 1 મિનિટના ટર્નઆઉટ ટાઇમ સાથે તમામ આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ નથી. ટીમે સમયસર કાર્યવાહી કરીને મોટી હોનારત ટાળી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

એક તરફ પાણીની તંગી, બીજી તરફ બેદરકારી: જામનગરમાં અડધી રાત્રે દિગજામ સર્કલ પર વહ્યું બેદરકારીનું 'ઝરણું', લાખો લિટર પાણી વેડફાયું
Jamnagar News : જામનગરમાં એક તરફ પાણીની અછત અને દુષ્કાળના ઓછાયા વર્તાઈ રહ્યા છે, ત્યારે નવા વર્ષના પ્રારંભે જ મહાનગરપાલિકાના વોટર વર્ક્સ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના દિગ્જામ સર્કલ વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના પાણીના સમ્પ પર ફરજ પરના કર્મચારીની લાપરવાહીને કારણે લાખો લિટર શુદ્ધ પીવાનું પાણી રોડ પર વેડફાઈ ગયું હતું.

કર્મચારી ગાઢ નિદ્રામાં સોંપાયો, સમ્પ ઉભરાઈને રોડ સુધી વહ્યો
મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં દિગજામ સર્કલ ખાતે આવેલા પાણીના સમ્પ પર ફરજ પર હાજર રહેલો કર્મચારી ઊંઘી ગયો હતો. કર્મચારીની બેદરકારીને કારણે પાણીની ટાંકી સતત ઓવરફ્લો થતી રહી હતી, જેના કારણે સમ્પની અંદર અને બહાર પાણી ભરાઈ ગયા હતા. ટાંકી ઉભરાવાને કારણે પાણીનો મોટો પ્રવાહ છેક મુખ્ય રોડ સુધી રેલાઈ આવ્યો હતો અને જાહેર રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા.


સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, જાગૃત નાગરિકે તંત્રને જગાડ્યું
અડધી રાત્રે રોડ પર પાણીનો પ્રવાહ જોઈ રાહદારીઓ અને સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. આ લાપરવાહીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. આખરે મોડે મોડેથી કોઈ જાગૃત નાગરિક દ્વારા તંત્રને જાણ કરવામાં આવ્યા બાદ મહાનગરપાલિકાની આંખ ઉઘડી હતી અને પાણીનો પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.

બેજવાબદાર કર્મચારી સામે કડક કાર્યવાહીની માંગ
જે સમયે જામનગરના નાગરિકો પાણીના એક-એક ટીપા માટે મુશ્કેલી ભોગવી રહ્યા છે, તેવા સમયે મનપાના બેજવાબદાર કર્મચારીઓની આવી લાપરવાહી સામે શહેરીજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સ્થાનિકોએ આ ઘટનામાં જવાબદાર કર્મચારી અને અધિકારીઓ સામે ત્વરિત કડક શિસ્તભંગના પગલાં લેવાની ઉગ્ર માગ કરી છે.