Jamnagar

જામનગર મહાનગરપાલિકામાં ફાયર સિસ્ટમનો પાઇપ લીકેજ થતાં કમ્પાઉન્ડમાં પાણીની રેલમછેલ

By GS Team
12 Aug 20261 min read
TukuTouch Logo
જામનગર મહાનગરપાલિકાના મુખ્ય બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમના પાઇપમાં લીકેજ થતાં કમ્પાઉન્ડમાં પાણી વહી નીકળ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી રિપેરિંગ કામગીરી હાથ ધરી. હોર્સપાઇપ સહિતના સાધનો બદલવાની પ્રક્રિયા શરૂ કરાઈ. પટાંગણમાં પાણીની રેલમછેલ જોવા મળી. લીકેજના કારણોસર તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર મહાનગરપાલિકામાં ફાયર સિસ્ટમનો પાઇપ લીકેજ થતાં કમ્પાઉન્ડમાં પાણીની રેલમછેલ

Jamnagar News : જામનગર મહાનગરપાલિકાની મુખ્ય બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમના પાઇપમાં લીકેજ થતાં કમ્પાઉન્ડમાં મોટી માત્રામાં પાણી વહી નીકળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટુકડી તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.
ફાયર બ્રિગેડની ટીમે જ્યાં લીકેજ થયું હતું તે સ્થળે તાત્કાલિક રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી. તેમજ જરૂરી હોર્સપાઇપ સહિતના સાધનો બદલવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હતી. રિપેરિંગની કામગીરી દરમિયાન મહાનગરપાલિકાના પટાંગણમાં પાણીની રેલમછેલ જોવા મળી હતી.
ફાયર સિસ્ટમના પાઇપમાં કયા કારણોસર લીકેજ થયું તે અંગેની તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે.