Jamnagar

શ્રાવણના પ્રથમ સોમવારે ભોળેશ્વર મહાદેવના દર્શને જતા પદયાત્રીઓની સુરક્ષા માટે જામનગર હોમગાર્ડઝની અનોખી સેવા

By GS Team
17 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે લાલપુર રોડ પર ભોળેશ્વર મહાદેવ મંદિરે પગપાળા જતા યાત્રાળુઓની સુરક્ષા માટે જામનગર હોમગાર્ડઝે સેવા કરી. રાત્રિના અંધકારમાં વાહનચાલકોને યાત્રાળુઓ દેખાય તે માટે તેમના વસ્ત્રો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવી અકસ્માત ટાળવાનો પ્રયાસ કરાયો. હોમગાર્ડઝના જવાનોએ ઉત્સાહભેર આ સેવાકાર્યમાં ભાગ લીધો.

Summarized by AI; it may make mistakes. Check important info

શ્રાવણના પ્રથમ સોમવારે ભોળેશ્વર મહાદેવના દર્શને જતા પદયાત્રીઓની સુરક્ષા માટે જામનગર હોમગાર્ડઝની અનોખી સેવા

Jamnagar Sharavan Special : શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે લાલપુર રોડ પર આવેલા ભોળેશ્વર મહાદેવ મંદિર ખાતે પગપાળા દર્શને જતા પદયાત્રીઓની સુરક્ષા માટે જામનગર હોમગાર્ડઝ દ્વારા સેવાકીય કામગીરી હાથ ધરવામાં આવી હતી.
શ્રાવણ માસ દરમિયાન દર રવિવારે રાત્રિના સમયે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભોળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે પગપાળા જતા હોય છે. રાત્રિના અંધકારમાં પદયાત્રીઓ વાહનચાલકોને સરળતાથી દેખાઈ શકે અને અકસ્માતનો ભય ટાળી શકાય તે હેતુથી હોમગાર્ડઝના જવાનો દ્વારા પદયાત્રીઓના વસ્ત્રો તથા અન્ય સ્થળોએ રેડિયમ રિફ્લેક્ટર લગાવવાની સેવા કરવામાં આવી હતી.
રાત્રિના સમયે માર્ગ પરથી પસાર થતા વાહનોના ચાલકોને પદયાત્રીઓ દૂરથી જ નજરે પડે અને તેમની સલામતી જળવાઈ રહે તે માટે હોમગાર્ડઝના જવાનોએ ઉત્સાહપૂર્વક આ સેવાકાર્યમાં ભાગ લીધો હતો. શ્રદ્ધા સાથે દર્શન માટે નીકળેલા પદયાત્રીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી હોમગાર્ડઝ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને આવકારવામાં આવી હતી.
શ્રાવણ માસ દરમિયાન પદયાત્રીઓની સંખ્યા વધતી હોવાથી રાત્રિના સમયે વાહનચાલકોએ પણ સાવચેતીપૂર્વક વાહન ચલાવી પદયાત્રીઓની સુરક્ષામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.