Jamnagar

જોડિયા ખાતે "એન્ટી-સરા કેમ્પ" હેઠળ 130 ઊંટોનું સરા રોગ સામે આરોગ્ય પરીક્ષણ કરી નિઃશુલ્ક સારવાર અપાઈ

By GS Team
28 Nov 20261 min read
TukuTouch Logo
જામનગર: જોડિયા પશુ દવાખાના દ્વારા જોડિયા ગામે "એન્ટી-સરા કેમ્પ" યોજાયો હતો. જેમાં 130 ઊંટોનું નિષ્ણાત પશુચિકિત્સકો દ્વારા આરોગ્ય પરીક્ષણ કરી ટ્રિપેનોસોમિયાસિસ (સરા) અને ત્વચાના રોગો સામે સારવાર અપાઈ હતી. પશુપાલકોને ઊંટોની માવજત અને રોગચાળા સામે સાવચેતી અંગે માર્ગદર્શન પણ અપાયું હતું. આ પ્રયાસથી સ્થાનિક પશુપાલકોને ઘરે જ ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ મળતા સંતોષ વ્યક્ત કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જોડિયા ખાતે "એન્ટી-સરા કેમ્પ" હેઠળ 130 ઊંટોનું સરા રોગ સામે આરોગ્ય પરીક્ષણ કરી નિઃશુલ્ક સારવાર અપાઈ

Jamnagar News : પશુપાલકોના પશુધનને ગંભીર રોગો સામે સુરક્ષિત રાખવાના ઉમદા હેતુસર પશુ દવાખાના, જોડિયા દ્વારા જોડિયા ગામે "એન્ટી-સરા કેમ્પ"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ અંતર્ગત ગામના ઊંટ પાલકોના કુલ 130 ઊંટોનું નિષ્ણાત પશુચિકિત્સકો દ્વારા ઝીણવટપૂર્વક આરોગ્ય પરીક્ષણ કરી જરૂરી સારવાર આપવામાં આવી હતી.
આ કેમ્પ દરમિયાન ઊંટોમાં જોવા મળતા અત્યંત ગંભીર એવા ટ્રિપેનોસોમિયાસિસ (સરા) રોગ સામે રક્ષણ આપવા માટે સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત, ત્વચાના રોગો તેમજ અન્ય શારીરિક તકલીફોથી પીડાતા ઊંટોની સ્થળ પર જ યોગ્ય સારવાર કરી પશુપાલકોને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સાથોસાથ, પશુચિકિત્સકો દ્વારા પશુપાલકોને ઊંટોની યોગ્ય માવજત, ઋતુગત રોગચાળા સામે રાખવાની સાવચેતી અને પશુ આરોગ્ય વિષયક વિસ્તૃત સલાહ-માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.
પશુચિકિત્સા દવાખાનાના આ સરાહનીય પ્રયાસથી સ્થાનિક ઊંટ પાલકોને ઘરઆંગણે જ પશુપાલન વિષયક ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બની હતી, જે બદલ પશુપાલકોએ તંત્ર પ્રત્યે આભાર અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.