જામનગર જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ બે અલગ-અલગ કાર્યવાહી, કુલ રૂપિયા 19,800નો વિદેશી દારૂ જપ્ત: બે આરોપીની અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ પોલીસે બે અલગ-અલગ સ્થળોએ સફળ કાર્યવાહી કરી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો કબજે કરી બે આરોપીઓ સામે ગુના નોંધ્યા છે.
પ્રથમ કાર્યવાહીમાં તા. 24-07-2026ના રોજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની ટીમે નિકાવા ગામે ખડધોરાજી રોડ ઉપર દરોડો પાડી કમલેશભાઈ જુવાનસિંહ દેવકા (મૂળ વતન સેમલાયા ગામ, જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ, હાલ નિકાવા ગામ)ને ગેરકાયદેસર રીતે પાસ-પરમિટ વગર ભારતીય બનાવટના 80 સીલબંધ ચપટા, કિંમત રૂપિયા 16000, સાથે ઝડપી પાડ્યો હતો.
આ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ) તથા 116(બી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બીજી કાર્યવાહીમાં સીટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે તા. 24/07/2026ના રોજ જામનગર શહેરના કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક તરફ જતા રસ્તે ન્યારા પેટ્રોલપંપ સામે ગોદરશા પીરની દરગાહ પાસે જાહેર રોડ ઉપર દરોડો પાડી ફૈઝલ અનવરભાઈ છનીન (રહે. સેટેલાઇટ સોસાયટી, મોરકંડા રોડ, જામનગર)ને ગેરકાયદેસર રીતે પાસ-પરમિટ વગર ભારતીય બનાવટના વિદેશી દારૂના 48 નંગ સીલબંધ ચપટા, કિંમત રૂપિયા 3,840 સાથે ઝડપી પાડ્યો હતો.
આ અંગે સીટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ) તથા 116(બી) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બંને કાર્યવાહી દરમિયાન કુલ 128 ચપટા વિદેશી દારૂ તથા અંદાજિત 19,840 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે બંને ગુનાઓમાં વધુ તપાસ શરૂ કરી છે.




