Jamnagar

જામજોધપુરના શેઠવડાળાની મેઇન બજારમાં મોડી રાત્રે દુકાનોના તાળા તપાસતા દેવભૂમિ દ્વારકાના બે શખ્સો ઝડપાયા

By GS Team
12 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરમાં શેઠવડાળા પોલીસે મોડી રાત્રે દુકાનોના તાળા તપાસી ચોરીનો પ્રયાસ કરતા 2 શખ્સોને ઝડપ્યા છે. શેઠવડાળા ટાઉનની મુખ્ય બજારમાંથી પેટ્રોલિંગ દરમિયાન આમીન સુલેમાન સુમરા (ઉં.વ. 45) અને વસીમ ઇસ્માઇલ ખીરા સુમરા (ઉં.વ. 23) મળી આવ્યા હતા. પોલીસે તેમની સામે જી.પી. એક્ટની કલમ 122(સી) હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામજોધપુરના શેઠવડાળાની મેઇન બજારમાં મોડી રાત્રે દુકાનોના તાળા તપાસતા દેવભૂમિ દ્વારકાના બે શખ્સો ઝડપાયા

Jamnagar Police : જામજોધપુરના શેઠવડાળા ટાઉનની મેઇન બજાર વિસ્તારમાં મોડી રાત્રે દુકાનોના તાળા તપાસી મિલકત વિરુદ્ધનો ગુનો આચરવાની તૈયારીમાં ફરતા બે શખ્સોને શેઠવડાળા પોલીસે ઝડપી લીધા હતા.
આ અંગે મળતી વિગતો મુજબ, શેઠવડાળા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ રાત્રિ પેટ્રોલિંગમાં હતા ત્યારે શેઠવડાળા ટાઉન વિસ્તારમાં આવેલા મેઇન બજારમાં બે શખ્સો મોડી રાત્રે અંધારામાં લપાતા-છુપાતા દુકાનોના તાળા તપાસતા હોવાની હિલચાલ ધ્યાને આવી હતી.
પોલીસે બંને શખ્સોને ઝડપી લઈ પૂછપરછ કરતાં તેઓ (1) આમીન સુલેમાન ખફી સુમરા (ઉ.વ. 45, રહે. પીરલાખાશર સીમ વિસ્તાર, તા. ખંભાળિયા) અને (2) વસીમ ઇસ્માઇલભાઈ ખીરા સુમરા (ઉ.વ. 23, રહે. કોટા ગામ, તા. ખંભાળિયા) હોવાનું બહાર આવ્યું હતું.
બંને શખ્સો કોઈ મિલકત વિરુદ્ધનો ગુનો કરવાની તૈયારીમાં દુકાનોના તાળા તપાસતા મળી આવતા પોલીસે તેમની સામે જી.પી. એક્ટની કલમ 122(સી) મુજબ કાર્યવાહી કરી શેઠવડાળા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.