Jamnagar

જામનગરમાં કાલાવડ નાકા બહારથી જાહેરમાં એકી-બેકીના આંકડા ઉપર જુગાર રમતા બે શખ્સ ઝડપાયા

By GS Team
17 Sep 20261 min read
TukuTouch Logo
જામનગર શહેરમાં સીટી-એ ડિવિઝન પોલીસે કાલાવાડ નાકા બહાર દરબારગઢ પાસે જાહેરમાં ચાલતા જુગાર પર દરોડો પાડ્યો હતો. 16 સપ્ટેમ્બરના રોજ બપોરે 2:10 વાગ્યે પોલીસે કાસીમ યુનુસભાઈ સોઢા અને હાસમભાઈ ઓશમાણભાઈ ડાલુને ઝડપી પાડ્યા હતા. આ બંને શખ્સો ભારતીય ચલણી નોટોના નંબર પર એકી-બેકીના આંકડા બોલી પૈસાની હારજીત કરી જુગાર રમતા હતા. પોલીસે કુલ 760 રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં કાલાવડ નાકા બહારથી જાહેરમાં એકી-બેકીના આંકડા ઉપર જુગાર રમતા બે શખ્સ ઝડપાયા

Jamnagar Gambling Raid : જામનગર શહેરના સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલાવાડ નાકા બહાર દરબારગઢ પાસે જાહેર રોડ પર એકી-બેકીના આંકડા બોલી જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ તા.16 સપ્ટેમ્બરના રોજ બપોરે 2:10 વાગ્યાના અરસામાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કાસીમ યુનુસભાઈ સોઢા (ઉ.વ.26, રહે. ગુજરાતીવાડ, પટ્ટણીવાડ રોડ, કાલાવાડ નાકા બહાર, જામનગર) તથા હાસમભાઈ ઓશમાણભાઈ ડાલુ (ઉ.વ.71, રહે. ટિટોડીવાડી, ખોજાનાકા રોડ, જામનગર) મળી આવ્યા હતા.
બંને શખ્સો જાહેરમાં ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીના આંકડા બોલી પૈસાની હારજીત કરી જુગાર રમતા-રમાડતા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે બંને પાસેથી કુલ રૂ.760ની રોકડ કબજે કરી જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધ્યો છે.