Jamnagar

જામનગરના સરમત પાટિયા પાસેથી પાંચ બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા

By GS Team
5 Sep 20261 min read
TukuTouch Logo
જામનગર-ખંભાળિયા હાઇવે પર સિક્કા પોલીસે સરમત પાટિયા પાસેથી મોટરસાઇકલ પર વિદેશી દારૂ લઈ જતા 2 શખ્સોને ઝડપી પાડ્યા. પોલીસે તેમની પાસેથી રૂ. 2,950ની કિંમતની વિદેશી દારૂની 5 બોટલ જપ્ત કરી. મીતરાજસિંહ જાડેજા અને સ્વીભાઇ ગોસાઇ નામના આરોપીઓ જામનગરના વિજયસિંહ જેઠવા પાસેથી દારૂ લાવ્યા હોવાનું કબૂલ્યું. સિક્કા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના સરમત પાટિયા પાસેથી પાંચ બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા

Jamnagar Liquor Crime : જામનગર-ખંભાળિયા હાઇવે પર સરમત પાટિયા પાસે સિક્કા પોલીસની ટીમે વોચ ગોઠવી મોટરસાઇકલ પર વિદેશી દારૂ લઇને નીકળેલા બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે બંને પાસેથી વિદેશી દારૂની પાંચ બોટલ, કુલ કિંમત રૂ.2,950નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
સિક્કા પોલીસને મળેલી બાતમીના આધારે સરમત પાટિયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બાતમીમાં વર્ણવેલી મોટરસાઇકલ પસાર થતાં તેને રોકી તલાશી લેતા બંને શખ્સોની વચ્ચે રાખેલી કાળી પ્લાસ્ટિકની કોથળીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પાંચ કાચની બોટલ મળી આવી હતી.
પોલીસે સ્થળ પરથી મીતરાજસિંહ ઉર્ફે કારુ ડોલરસિંહ જાડેજા (ઉ.વ.19, રહે. નાના લખીયા, તા.લાલપુર) અને સ્વીભાઇ ઉર્ફે ગગો વિનેશપરી ગોસાઇ (ઉ.વ.26, રહે. નાના લખીયા, તા.લાલપુર)ને ઝડપી લીધા હતા. બંને પાસેથી વિદેશી દારૂની ચાર બોટલ અને અન્ય એક બોટલ મળી કુલ પાંચ બોટલ કબજે કરવામાં આવી હતી.
દારૂ અંગે પાસ-પરમિટ માંગતા બંને પાસે ન હોવાનું જણાવાયું હતું. પૂછપરછમાં દારૂ જામનગરના વિજયસિંહ જેઠવા પાસેથી લાવ્યાનું જણાવ્યું હતું. આથી સિક્કા પોલીસે બંને શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ), 116(બી) અને 81 મુજબ કાર્યવાહી કરી હતી.