Jamnagar

જામનગરમાં ભારે વરસાદ બાદ ભીડભંજન મહાદેવમંદિર સામે ટ્રક કાચી જમીનમાં ધસી ગયો

By GS Team
15 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરમાં ભારે વરસાદ બાદ ભીડભંજન મહાદેવ મંદિર સામેના રોડ પર પાર્ક કરેલો ટ્રક વહેલી સવારે કાચી જમીનમાં ધસી ગયો હતો. વરસાદને કારણે જમીન અત્યંત પોચી બની જતાં વજન સહન ન કરી શકી અને ટ્રક આડે પડખે થઈ ગયો. સ્થાનિકો અને તંત્ર દ્વારા ટ્રકને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે, પરંતુ પોચી જમીનને કારણે મુશ્કેલી પડી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ભારે વરસાદ બાદ ભીડભંજન મહાદેવમંદિર સામે ટ્રક કાચી જમીનમાં ધસી ગયો

Jamnagar News : જામનગરના ભીડભંજન મહાદેવ મંદિર સામેના રોડ પર આજે વહેલી સવારે ભારે વરસાદ બાદ એક ટ્રક રોડની સાઇડમાં આવેલી કાચી જમીનમાં ધસી જતાં આડે પડખે થઈ ગયો હતો.
ગઈકાલે રાત્રે પડેલા વરસાદને કારણે મંદિર પાસેના સામા ભાગમાં ટ્રક પાર્ક કરીને રાખવામાં આવ્યો હતો. દરમિયાન ટ્રકની નીચેની તરફની જમીન વરસાદી પાણીના કારણે અત્યંત પોચી બની જતાં વજન સહન ન કરી શકતાં જમીન બેસી ગઈ હતી.
પરિણામે ટ્રકનો એક ભાગ કાચી જમીનમાં ધસી જતાં ટ્રક સંપૂર્ણપણે આડે પડખે થઈ ગયો હતો. બનાવને પગલે ટ્રકને બહાર કાઢવા માટે સ્થાનિકો તથા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. ભારે વરસાદ બાદ પોચી બનેલી જમીનના કારણે ટ્રક બહાર કાઢવાની કામગીરીમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.