Jamnagar

કાલાવડ નજીક અરલા પાસે ટ્રેક્ટર ચલાવતાં ચાલકને હાર્ટ એટેક આવતાં આકસ્મિક કરુણ મૃત્યુ

By GS Team
7 Oct 20261 min read
TukuTouch Logo
જામનગરના કાલાવડ તાલુકાના અરલા ગામ નજીક હૃદય કંપાવનારી ઘટના બની. મગફળીનો ભૂકો ભરેલું ટ્રેક્ટર ચલાવી રહેલા 37 વર્ષીય લાલજીભાઈ કારાભાઈ લાંબરીયાને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો. તેમને તાત્કાલિક 108 દ્વારા કાલાવડ સરકારી હોસ્પિટલ ખસેડાયા, જ્યાં સારવાર દરમિયાન હાર્ટ એટેકથી તેમનું દુઃખદ અવસાન થયું. કાલાવડ પોલીસે અકાળે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડ નજીક અરલા પાસે ટ્રેક્ટર ચલાવતાં ચાલકને હાર્ટ એટેક આવતાં આકસ્મિક કરુણ મૃત્યુ

Jamnagar News : કાલાવડ તાલુકાના અરલા ગામ નજીક મગફળીનો ભૂકો ભરેલું ટ્રેક્ટર ચલાવી ગામ તરફ જઈ રહેલા 37 વર્ષીય ચાલકને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ સારવાર દરમિયાન હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.
અરલા ગામના અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા લાલજીભાઈ કારાભાઈ લાંબરીયા (ઉં.વ.37) તા.6 ઓક્ટોબરના બપોરે ટ્રેક્ટરમાં મગફળીનો ભૂકો ભરી અરલા ગામ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન અરલા ગામના ઉંડા માર્ગ પાસે અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.
બનાવની જાણ થતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે કાલાવડની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તપાસી તેમને હાર્ટ એટેક આવવાના કારણે મોત થયાનું જાહેર કર્યું હતું.
આ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 મુજબ અકાળે મૃત્યુની નોંધ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.