Jamnagar

જામનગરના ખીમરાણા નજીક રેલવે ટ્રેનની હડફેટે 14 વર્ષના અજાણ્યા બાળકનું કરુણ મૃત્યુ

By GS Team
9 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરના ખીમરાણા સીમ વિસ્તારમાં 6 ઓગસ્ટે રાત્રે 10:30 વાગ્યા આસપાસ રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આશરે 13-14 વર્ષના અજાણ્યા બાળકનું કરુણ મૃત્યુ થયું હતું. ગેટમેન દિલીપસિંહ સોઢાએ 8 ઓગસ્ટે પોલીસને જાણ કરી. પંચ-એ ડિવિઝન પોલીસે IPC 194 હેઠળ અપમૃત્યુ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ખીમરાણા નજીક રેલવે ટ્રેનની હડફેટે 14 વર્ષના અજાણ્યા બાળકનું કરુણ મૃત્યુ

Jamnagar: જામનગરના ખીમરાણા સીમ વિસ્તારમાં રેલવે ટ્રેક પર ટ્રેનની હડફેટે આવી જતાં આશરે 13થી 14 વર્ષના અજાણ્યા બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પંચ-એ ડિવિઝન પોલીસ મથકમાં અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસમાંથી મળતી વિગતો મુજબ, તા. 6 ઓગસ્ટના રાત્રિના આશરે 10:30 વાગ્યાના અરસામાં ખીમરાણા સીમ વિસ્તારમાં રેલવે ફાટક નંબર એલસી-183 નજીક રેલવે પાટા પર એક અજાણ્યો પુરુષ બાળક, ઉંમર આશરે 13થી 14 વર્ષનો, અકસ્માતે ટ્રેનની અડફેટે આવી ગયો હતો.
ટ્રેનની અડફેટે આવતાં બાળકને માથા તથા પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે રેલવે ફાટક પર ગેટમેન તરીકે ફરજ બજાવતા દિલીપસિંહ કલુભા સોઢા, ઉંમર 42, રહે. રામેશ્વરનગર, માટેલ ચોક, જામનગર, દ્વારા તા. 8 ઓગસ્ટના રોજ રાત્રે 9:00 વાગ્યે પંચ-એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી.

પોલીસે ભારતીય ન્યાય સંહિતા મુજબની કલમ 194 હેઠળ અપમૃત્યુની નોંધ કરી મૃતક બાળકની ઓળખ મેળવવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે. તપાસ પંચ-એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.આર.પરમાર ચલાવી રહ્યા છે.