Jamnagar

જામનગરના જોડિયામાં ગોઝારી દુર્ઘટના: ટીંબડી ગામે વાડીમાં વીજકરંટ લાગતાં શ્રમિક માતા-પુત્રના મોત

By GS Team
3 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરના જોડિયા તાલુકાના ટીંબડી ગામે વાડી વિસ્તારમાં ગીતાબહેન નાયક (22) અને તેમનો પુત્ર રાજેશ નાયક ખેતમજૂરી કરતા હતા. ત્યારે અચાનક વીજકરંટ લાગતા માતા-પુત્રનું કરુણ મોત નીપજ્યું હતું. આસપાસના લોકોએ બંનેને ધ્રોલની સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના જોડિયામાં ગોઝારી દુર્ઘટના: ટીંબડી ગામે વાડીમાં વીજકરંટ લાગતાં શ્રમિક માતા-પુત્રના મોત

Jamnagar News: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ટીંબડી ગામના વાડી વિસ્તારમાં મોડી સાંજે ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. વાડીમાં કામ કરી રહેલા શ્રમિક પરિવારના માતા અને પુત્રનું અચાનક વીજકરંટ લાગવાના કારણે મોત નીપજ્યા હતા. આ બનાવને પગલે શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

વાડીમાં કામ કરતી વખતે લાગ્યો કરંટ!

મળતી માહિતી અનુસાર, ટીંબડી ગામમાં રહેતા અને ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા 22 વર્ષીય ગીતાબહેન નાયક અને તેના પુત્ર રાજેશ નાયક વાડી વિસ્તારમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તે વીજકરંટની ઝપેટમાં આવી ગયા હતા. બંને હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ ઘટનાસ્થળે બેભાન થઈ ગયા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક બંનેને બેભાન હાલતમાં ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા.

ધ્રોલની સરકારી હોસ્પિટલના ફરજ પરના તબીબોએ માતા-પુત્રની તબીબી તપાસ કર્યા બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા. એકસાથે માતા અને પુત્રના આકસ્મિક મોતના સમાચાર મળતા જ પરિવાર ભાંગી પડ્યો હતો અને હોસ્પિટલ પરિસરમાં જ આક્રંદ છવાઈ ગયું હતું.

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

આ ગંભીર ઘટનાની જાણ થતાં જ જોડિયા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે અને ત્યારબાદ ધ્રોલની હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી સમગ્ર બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.