Jamnagar

જામનગરમાં હવાઈ ચોક પાસે જાહેરમાં એકી-બેકીનો જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

By GS Team
26 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરમાં હવાઈ ચોક પાસે જાહેરમાં એકી-બેકીનો જુગાર રમતા 3 શખ્સોને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે રમેશ મંગે, જગદીશ ગજરા અને સુનીલ લાલવાણી પાસેથી રોકડા 6,300 રૂપિયા જપ્ત કર્યા. આ શખ્સો ભારતીય ચલણી નોટોના નંબર પર હારજીતનો જુગાર રમતા હતા. પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં હવાઈ ચોક પાસે જાહેરમાં એકી-બેકીનો જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

Jamnagar: જામનગર શહેરના હવાઈ ચોક વિસ્તારમાં જાહેરમાં એકી-બેકીના આંકડા બોલી રૂપિયા હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને સીટી એ ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્કોડે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. 6,300ની રોકડ કબજે કરી ત્રણેય સામે જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, સર્વેલન્સ સ્કોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ નિરૂભા સોઢાને મળેલી બાતમીના આધારે હવાઈ ચોક ખાતે કિશોર રસ ડેપોની બાજુમાં આવેલી વરૂડી ચાની હોટલ પાસે જાહેર રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન રમેશ ઉર્ફે ગોપુ ગોવિંદભાઈ મંગે (રહે. દી-પ્લોટ-58, બંસી ડેરી પાસે), જગદીશ ઉર્ફે બાટલો વિષ્ણુભાઈ ગજરા (રહે. દી-પ્લોટ-59, પાણીના ટાંકા પાસે) અને સુનીલ જ્ઞાનચંદ લાલવાણી (રહે. આશાપુરા સોસાયટી, હિંગળાજ ચોક, દી-પ્લોટ-58, જામનગર) જાહેરમાં ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીના આંકડા બોલી રૂપિયા હારજીતનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.

પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી કુલ રૂ. 6,300ની રોકડ કબજે કરી સીટી એ ડિવિઝન પોલીસ મથકે જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.