Jamnagar

જામનગર શહેર, દરેડ અને નાઘેડીમાં ઇંગ્લિશ દારૂના 3 દરોડામાં ઈંગ્લીશ દારૂ સાથે એક મહિલા સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા

By GS Team
18 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસે ત્રણ અલગ દરોડા પાડ્યા હતા. પંચકોશી ‘બી’ ડિવિઝન પોલીસે દરેડ અને નાઘેડીમાંથી જમનભાઈ કણઝારીયા અને સુખદેવસિંહ સોલંકીને ઝડપી 7 બોટલ કબજે કરી. શહેર ‘એ’ ડિવિઝન પોલીસે તળાવની પાળ રોડ પરથી બીજલબેન દોઢીયા પાસેથી 8 બોટલ જપ્ત કરી. કુલ 15 બોટલ દારૂ સાથે 12,200નો મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર, દરેડ અને નાઘેડીમાં ઇંગ્લિશ દારૂના 3 દરોડામાં ઈંગ્લીશ દારૂ સાથે એક મહિલા સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા

Jamnagar Liquor Raid : જામનગર શહેર-જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન ઇંગ્લિશ દારૂના ત્રણ અલગ અલગ દરોડામાં એક મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે કુલ 15 બોટલ કબજે કરી હતી, જેની કુલ કિંમત રૂ.12,200 થાય છે. પંચકોશી ‘બી’ ડિવિઝન પોલીસે દરેડ વિસ્તારમાં હરીપાર્ક તરફ જતા કાચા રસ્તા પરથી જમનભાઈ કુરજીભાઈ કણઝારીયા (ઉં.વ.41, રહે. હાલ નાઘેડી)ને એક બોટલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી રૂ.500ની કિંમતનો ઇંગ્લિશ દારૂ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત પંચકોશી ‘બી’ ડિવિઝન પોલીસે નાઘેડી ગામની ગૌશાળા પાસેના રસ્તા પરથી સુખદેવસિંહ કનુભા સોલંકી (ઉં.વ.40, રહે. હાલ નાઘેડી)ને ઝડપી લીધો હતો. તેની પાસેથી ઇંગ્લિશ દારૂની છ બોટલ, કુલ કિંમત રૂ.3,000, કબજે કરવામાં આવી હતી. જ્યારે શહેર ‘એ’ ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે તળાવની પાળ રોડ પર મીગ કોલોની વાળી ગલીના ખૂણા પાસેથી બીજલબેન મીલનભાઈ દોઢીયા (ઉં.વ.38, રહે. રણજીતનગર)ને ઝડપી લીધી હતી. મહિલા પાસેથી ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની આઠ બોટલ, કુલ કિંમત રૂ.8,700, કબજે કરવામાં આવી હતી.
આમ, ત્રણેય કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 15 બોટલ, રૂ.12,200ની કિંમતનો ઇંગ્લિશ દારૂ કબજે કરી એક મહિલા સહિત ત્રણ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ) અને 116(બી) મુજબ ગુના નોંધ્યા છે.