Jamnagar

જામનગરમાં બે સ્થળેથી ઇંગ્લિશ દારૂ સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા : રૂ.86,845 નો મુદ્દામાલ કબજે કર્યો

By GS Team
14 Jul 20261 min read
TukuTouch Logo
જામનગર સિટી 'સી' ડિવિઝન પોલીસે પ્રોહિબિશન કાયદા હેઠળ 3 આરોપીને ઝડપ્યા છે. ખોડિયાર ચોકી વિસ્તારમાંથી જાવીદભાઈ ખુંભીયાને એક્ટિવા પર 35 દારૂના ચપટા સાથે પકડાયો. જ્યારે બેડી બંદર રિંગ રોડ પરથી આશિષ કવા અને નિમેષ નિમાવતને મોટરસાયકલ પર 47 દારૂના ચપટા સાથે ઝડપી પાડ્યા. પોલીસે કુલ 86,845 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં બે સ્થળેથી ઇંગ્લિશ દારૂ સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા   : રૂ.86,845 નો મુદ્દામાલ કબજે કર્યો

Jamnagar Police : જામનગર શહેરના સીટી 'સી' ડિવિઝન પોલીસે પ્રોહિબિશન કાયદાના અસરકારક અમલ દરમિયાન અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને કાર્યવાહી દરમિયાન કુલ કુલ 86,845 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પ્રથમ કાર્યવાહીમાં ખોડિયાર પોલીસ ચોકી વિસ્તારમાં સમ્રાટ અશોકનગર નજીક પંડિત દીનદયાલ આવાસ પાસે એક્ટિવા પર ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ લઈ જતા જાવીદભાઈ જમાલભાઈ ખુંભીયા (ઉ.વ. 27)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી 35 દારૂના ચપટા તથા એક્ટિવા મળી કુલ 50,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
બીજી કાર્યવાહીમાં બેડી બંદર રિંગ રોડ પર નાયરા પંપ નજીક દરોડો પાડી આશિષ સુરેશભાઈ કવા અને નિમેષ શાંતીલાલ નિમાવતને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના 47 ચપટા તથા મોટરસાયકલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ કેસમાં કુલ 36,345 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
બંને બનાવોમાં આરોપીઓ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.