Jamnagar

જામનગરમાં તડકો આકરો બન્યો, ગરમી અને બફારાથી લોકો અકળાયા

By GS Team
4 Oct 20261 min read
TukuTouch Logo
જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં આકરો તાપ અને બફારો રહ્યો. મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી અને લઘુતમ 23.7 ડિગ્રી નોંધાયું. 81% ભેજ અને 3.1 કિમી/કલાક પવનને કારણે ઉકળાટ અનુભવાયો. લોકો ગરમીથી અકળાયા, બપોરે રસ્તાઓ સૂમસામ રહ્યા. આગામી દિવસોમાં પણ ગરમી યથાવત રહેવાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં તડકો આકરો બન્યો, ગરમી અને બફારાથી લોકો અકળાયા

Jamnagar: જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તડકાનો પ્રકોપ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન આકરા તાપ સાથે બફારાની સ્થિતિ સર્જાતા લોકો ગરમીથી અકળાયા હતા. બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર તરફથી મળેલી વિગતો મુજબ મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુતમ તાપમાન 23.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

હવામાં 81 ટકા ભેજ નોંધાતા ગરમીની સાથે બફારાની અસર પણ વર્તાઈ હતી. જ્યારે પવનની ગતિ 3.1 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. પવનની ગતિ ઓછી રહેવા સાથે ભેજનું પ્રમાણ ઊંચું હોવાથી દિવસ દરમિયાન વાતાવરણમાં ઉકળાટ અનુભવાયો હતો.

આકરા તડકા અને બફારાના કારણે બપોરના સમયે રસ્તાઓ પર અવરજવર કરતા લોકો ગરમીથી પરેશાન જોવા મળ્યા હતા. આગામી દિવસોમાં પણ ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની સ્થિતિમાં બપોરના સમયે બહાર નીકળતા લોકોને તડકાથી બચવા સાવચેતી રાખવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.