જામનગરના માર્ગો પર ગુંજ્યો ‘સેફ ડ્રાઇવિંગ’નો સંદેશ, ભવ્ય રોડ સેફ્ટી રેલી યોજાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Traffic Drive : જામનગરમાં જિલ્લા વહીવટી તંત્રના સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી આજે ભવ્ય રોડ સેફ્ટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન શહેરના માર્ગો પર સલામત વાહનચાલનનો સંદેશ ગુંજ્યો હતો અને વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.
રોડ સેફ્ટી રેલીમાં જામનગર જિલ્લા કલેક્ટર પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની, જિલ્લા વિકાસ અધિકારી સુ.શ્રી નિશા, જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા તથા મેયર મોનિકાબેન વ્યાસ સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રેલી દરમિયાન માર્ગ સલામતીના નિયમો અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા, વાહન હંકારતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ અન્ય વાહનચાલકોની સલામતીને પણ ધ્યાનમાં રાખીને જવાબદારીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી હતી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલી આ જનજાગૃતિ રેલીનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા અને નાગરિકોમાં સલામત વાહનચાલન અંગે જવાબદારીની ભાવના વિકસાવવાનો રહ્યો હતો. રેલીના માધ્યમથી ‘સેફ ડ્રાઇવિંગ’ અને ‘સુરક્ષિત મુસાફરી’નો સંદેશ જામનગર શહેરના માર્ગો પર પહોંચાડવામાં આવ્યો હતો.




