Gujarat

જામનગરના હાપા યાર્ડમાં અજમાની હરાજીમાં સમગ્ર રાજ્યનો સૌથી ઊંચો ભાવ બોલાયો

By GS Team
17 Jan 20221 min read
This article was originally published on 17 Jan 2022
જામનગરના હાપા યાર્ડમાં અજમાની હરાજીમાં સમગ્ર રાજ્યનો સૌથી ઊંચો ભાવ બોલાયો

જામનગર, તા. 17 જાન્યુઆરી 2022 સોમવાર

જામનગરના હાપા યાર્ડમાં આજે હરાજીની પ્રક્રિયા દરમિયાન વધુ એક રેકોર્ડ સર્જાયો છે. અજમાના 20 કિલોના વેચાણની હરાજીમાં સમગ્ર ગુજરાતનો ઓલટાઇમ હાઇ એવો 6,500 નો ભાવ બોલાયો છે. જેથી ખેડૂતો ખુશખુશાલ થયા છે.

જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ અજમાનું પીઠું ગણાય છે, સમગ્ર ગુજરાતના અજમાના ભાવો જામનગર યાર્ડથી નક્કી થાય છે, હાલ અજમાની હરરાજી ચાલી રહી છે, ત્યારે આજે વધુ એક વખત અજમાના ભાવે તમામ હરરાજીના ભાવના રેકોર્ડ તોડી નાખ્યા છે.

જામનગરના હાપા યાર્ડમાં આજે અજમાનો ઓલટાઈમ હાલ ઓલ ગુજરાતનો ઊંચો ભાવ બોલાયો છે. યાર્ડ સેક્રેટરી હિતેશ પટેલના જણાવ્યા પ્રમાણે આજે 20કિલો અજમાનો ભાવ હરરાજીમાં 6,500 બોલાયો હતો. જે અત્યાર સુધીમાં અજમાના હરાજી નો 20 કિલો નો સૌથી વધુ અને વિક્રમ સર્જક ભાવ છે. આજે યાર્ડમાં 1,937 ગુણી અજમાની આવક થઇ હોવાનું તેમને જણાવ્યું હતું.