Gujarat
જામનગર: જાન્યુઆરી માસમાં યોજાનાર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મોકુફ રખાયો
By GS Team
21 Jan 20221 min read
This article was originally published on 21 Jan 2022

જામનગર, તા. 21 જાન્યુઆરી 2022 શુક્રવાર
કોરોના સંક્રમણ ચેપને નિયત્રણમાં લાવવા તેમજ જાહેર હિતમાં તમામની સ્વાસ્થ્ય સુખાકારીને ધ્યાને લઇ જાન્યુઆરી- 2022 અંતર્ગત તા. 27-01-2022 ના રોજ યોજાનાર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્ર્મ હાલ પુરતો મોકુફ રાખવામાં આવેલ છે.
હવે પછી યોજાનાર જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંગે સરકાર તરફથી સૂચના થયે નવી તારીખની જાણ કરવામાં આવશે તેમ નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવવામાં આવેલ છે. જેની સબંધિતઓને નોંધ લેવા વધુમાં જણાવાયું છે.




