Jamnagar

જામનગર મહાનગર પાલિકાના શાસકપક્ષના કેટલાક કોર્પોરેટરો માનદ્ વેતન વધારવા મુખ્યમંત્રીને રજૂઆત કરશે

By GS Team
15 Sep 20261 min read
TukuTouch Logo
જામનગર મહાનગરપાલિકાના ભાજપના કેટલાક કોર્પોરેટરોએ પોતાના માનદ્ વેતન-ભથ્થામાં વધારો કરવાની માંગ કરી છે. હાલ તેમને માસિક આશરે ₹10,000 મળે છે, જે છેલ્લા 8 વર્ષથી વધ્યું નથી. પેટ્રોલ અને અન્ય ખર્ચાઓ વધી જતાં, કોર્પોરેટરો આ રકમ ઓછી ગણાવી રહ્યા છે. આ અંગે આગામી દિવસોમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર મહાનગર પાલિકાના શાસકપક્ષના કેટલાક કોર્પોરેટરો માનદ્ વેતન વધારવા મુખ્યમંત્રીને રજૂઆત કરશે

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાના ભાજપના કેટલાક કોર્પોરેટરો દ્વારા પોતાને મળતા માનદ્ વેતન-ભથ્થામાં વધારો કરવાની માંગણી ઉઠાવવામાં આવી છે. આ અંગે આગામી દિવસોમાં રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
હાલ જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટરોને પ્રતિ માસ આશરે રૂા.10,000 માનદ્ વેતન-ભથ્થું આપવામાં આવે છે. જોકે, છેલ્લા આશરે આઠ વર્ષથી આ રકમમાં વધારો થયો ન હોવાનું જણાવી કોર્પોરેટરો દ્વારા તેમાં વધારો કરવાની માંગણી કરવામાં આવી રહી છે.
ભાજપના એક કોર્પોરેટરના જણાવ્યા મુજબ, ‘મહિને રૂા. 8થી 9 હજાર તો માત્ર બાઈકના પેટ્રોલ પાછળ જ ખર્ચાઈ જાય છે. આ ઉપરાંત કોર્પોરેટર તરીકેના જાહેર કામો દરમિયાન અન્ય ખર્ચાઓ પણ થતા રહે છે. તમામ કોર્પોરેટરો આર્થિક રીતે સદ્ધર હોય તેવું પણ નથી. તેથી હાલનું માનદ્ વેતન ખૂબ જ ઓછું છે.’
આ મુદ્દે શાસકપક્ષના કેટલાક કોર્પોરેટરો એકત્ર થઈ આગામી દિવસોમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરીને માનદ્ વેતનમાં યોગ્ય વધારો કરવાની માંગણી કરશે. આ રજૂઆતમાં અનેક કોર્પોરેટરો જોડાય તેવી શક્યતા છે.