Jamnagar

લાલપુરના મેઘપર વિસ્તારમાં ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલા 2 બોગસ તબીબો સામે SOG શાખાની કાર્યવાહી

By GS Team
26 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરના લાલપુર નજીક મેઘપર (પડાણા) ગામમાં SOG ટીમે કાર્યવાહી કરી છે. ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા 2 બોગસ ડોકટરો, શ્રીમંતો પશુપતિ બિસ્વાસ (ઉ.વ.35) અને અવિજીત અધિર બિસ્વાસ (ઉ.વ.31) ઝડપાયા છે. તેમની પાસેથી કુલ રૂ. 8,174નો મુદ્દામાલ, દવાઓ અને તબીબી સાધનો કબજે કરાયા છે. મેડિકલ પ્રેક્ટીશનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લાલપુરના મેઘપર વિસ્તારમાં ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલા 2 બોગસ તબીબો સામે SOG શાખાની કાર્યવાહી

Jamnagar Bogus Doctor : લાલપુર નજીક મેઘપર (પડાણા) ગામમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ડિગ્રી વિના દર્દીઓની સારવાર કરી દવાઓ આપતા હોવાના આક્ષેપસર બે શખ્સો સામે મેડિકલ પ્રેક્ટીશનર્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. બંને સ્થળેથી દવાઓ તથા તબીબી સાધનો મળી કુલ રૂ.8,174નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ મેઘપર ગામની પતરા વાળી માર્કેટમાં સરકારી પાણીની ટાંકી સામે રહેતા શ્રીમંતો પશુપતિ બિસ્વાસ (ઉ.વ.35) દર્દીઓને તપાસી દવાઓ આપી સારવાર કરતા હોવાનું ધ્યાનમાં આવતાં તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તેના કબજામાંથી રૂ.4,340ની કિંમતની દવાઓ તથા સાધનો કબજે કર્યા હતા. આરોપીને નોટિસ આપવામાં આવી છે.
બીજી કાર્યવાહી મેઘપર ગામની મચ્છી માર્કેટ વિસ્તારમાં કરવામાં આવી હતી. અહીં રહેતા અવિજીત અધિર બિસ્વાસ (ઉ.વ.31) સામે પણ ડોક્ટરની કોઈ ડિગ્રી નહીં હોવા છતાં દર્દીઓને તપાસી દવાઓ આપી સારવાર કરવાના આક્ષેપસર ગુનો નોંધાયો છે. તેના કબજામાંથી રૂ.3,834ની કિંમતની દવાઓ તથા સાધનો મળી આવ્યા હતા.
બંને બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ મથકે મેડિકલ પ્રેક્ટીશનર્સ એક્ટ 1963ની કલમ 30 તથા બી.એન.એસ.ની કલમ 125 મુજબ અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે. બંને કાર્યવાહી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.