Jamnagar

ધ્રોલના લતીપર ગામે તસ્કરો ત્રાટક્યા : વાડીના ગોડાઉનમાંથી રૂ.72 હજારનો 40 મણ કપાસ ચોરાયો

By GS Team
21 Nov 20261 min read
TukuTouch Logo
જામનગરના ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં ખેડૂત હિતેશભાઈ રામાણીની વાડીમાં ચોરીનો બનાવ બન્યો છે. ગત 19 થી 20 નવેમ્બર દરમિયાન અજાણ્યા તસ્કરોએ ગોડાઉનનું તાળું તોડી અંદરથી આશરે 40 મણ કપાસ, જેની કિંમત 72,000 રૂપિયા થાય છે, તેની ચોરી કરી હતી. આ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધ્રોલના લતીપર ગામે તસ્કરો ત્રાટક્યા : વાડીના ગોડાઉનમાંથી રૂ.72 હજારનો 40 મણ કપાસ ચોરાયો

Jamnagar Theft Case : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં તસ્કરોએ ખેડૂતની વાડીમાં આવેલા ગોડાઉનને નિશાન બનાવી અંદર રાખેલો આશરે 40 મણ કપાસ, જેની કિંમત રૂ.72 હજાર થાય છે, તેની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
લતીપર ગામની રામાણી શેરીમાં રહેતા અને ખેતીકામ કરતા હિતેશભાઈ અરજણભાઈ રામાણી પટેલ (ઉ.વ.41)ની વાડી લતીપરથી પીઠળ ગામ તરફ જવાના રસ્તા પર આવેલી છે. ગત તા.19 નવેમ્બરના સાંજના સાત વાગ્યાથી તા.20 નવેમ્બરના સવારે છ વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ વાડીમાં આવેલા બંધ ગોડાઉનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
ત્યારબાદ ગોડાઉનમાં રાખેલો આશરે 40 મણ કપાસ, જેની કિંમત રૂ.72,000 થાય છે, તેની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે હિતેશભાઈ રામાણીએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 331(4) અને 305(એ) હેઠળ ગુનો નોંધી અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.