Gujarat

જામનગર શહેરમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા: સરકારી જી.જી. હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ

By GS Team
23 Jan 20221 min read
This article was originally published on 23 Jan 2022
જામનગર શહેરમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા: સરકારી જી.જી. હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ

જામનગર તા. 23

જામનગર શહેર અને જિલ્લામાં એક તરફ કોરોનાની ત્રીજી લહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે ઉછાળો આવ્યો છે. અને શહેર જિલ્લામાં અનેક કોરોનાના કેસો નોંધાઈ ચુક્યા છે. ત્યારે તાવ, શરદી, ઉધરસ જેવા રોગચાળાને લઈને પણ ઘરે-ઘરે માંદગીના ખાટલા જેવી સ્થિતિ સર્જાઈ  છે.

જેના પરિણામે જામનગરના ખાનગી દવાખાના, હોસ્પિટલો તેમજ સરકારી જી.જી. હોસ્પિટલમાં દરરોજ હજ્જારોની સંખ્યામાં દર્દીઓની ભીડ જોવા મળે છે. તાવ શરદી જેવી આ સામાન્ય બીમારીમાં પણ દરદીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને સરકારી જી.જી.હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે.