જામનગર જિલ્લામાં લાલપુરના ચાંદીગઢ પાસેથી જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : લાલપુર તાલુકાના ચાંદીગઢ ગામની નદીના કાંઠે મેલડી માતાના મંદિર પાસે લીમડાના ઝાડ નીચે ખુલ્લા મેદાનમાં ગંજીપાનાથી તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સોને લાલપુર પોલીસે ઝડપી લીધા હતા.
પોલીસના જણાવ્યા મુજબ તા.18 સપ્ટેમ્બરના રોજ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે ચાંદીગઢ ગામ પાસે ખાનગી રાહે બાતમી મળી હતી કે નદીના કાંઠે મેલડી માતાના મંદિર પાસે કેટલાક શખ્સો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પંચોને સાથે રાખી પોલીસે સાંજે 5 વાગ્યે દરોડો પાડતાં સાત શખ્સો સામસામે બેસીને જુગાર રમતા મળી આવ્યા હતા.
પોલીસે ઉપેન્દ્રસિંહ રાહુભા જાડેજા (ઉ.વ.36), નરેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા (ઉ.વ.43), જયરાજસિંહ વનરાજસિંહ જાડેજા (ઉ.વ.31), રાજસીભાઈ ધાનાભાઈ વરૂ (ઉ.વ.49), વેજાણંદભાઈ કેશુરભાઈ કરંગીયા (ઉ.વ.39), કુલદીપસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.વ.36) અને અનિરૂધ્ધસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.52) ને ઝડપી લીધા હતા.
તેમની અંગઝડતી તથા જુગારના સ્થળેથી મળી આવેલી રોકડ રકમ મળી કુલ રૂ.25,260 તથા ગંજીપત્તા કબજે કરવામાં આવ્યા હતા. આ અંગે લાલપુર પોલીસ મથકે સાતેય શખ્સો વિરુદ્ધ જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




