Jamnagar

જામનગરના ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને રૂ.45 લાખના દંડનો હુકમ સેશન્સ કોર્ટે યથાવત રાખ્યો

By GS Team
9 Jul 20261 min read
TukuTouch Logo
જામનગર સેશન્સ કોર્ટે ચેક રિટર્ન કેસમાં કાલાવડ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે. કાલાવડના મનસુખભાઈ ઘાડીયાએ 3,000 મણ કપાસ વેચતા, રમેશભાઈ વાડોદરિયાએ રૂ.30,00,000નો ચેક આપ્યો હતો, જે રિટર્ન થયો. કાલાવડ કોર્ટે રમેશભાઈને 1 વર્ષની કેદ અને રૂ.45,00,000 દંડ ફટકાર્યો હતો. સેશન્સ કોર્ટે અપીલ નામંજૂર કરી, નીચલી કોર્ટના ચુકાદાને સમર્થન આપ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને રૂ.45 લાખના દંડનો હુકમ સેશન્સ કોર્ટે યથાવત રાખ્યો

Jamnagar Court : જામનગર સેશન્સ કોર્ટે ચેક રિટર્ન (નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138) સંબંધિત એક મહત્વપૂર્ણ કેસમાં કાલાવડ કોર્ટે આપેલો ચુકાદો યથાવત રાખ્યો છે.
કેસની હકીકત મુજબ, કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામના ખેડૂત મનસુખભાઈ ઘાડીયાએ વેપારી રમેશભાઈ પોપટભાઈ વાડોદરિયાને પ્રતિ મણ રૂ.1,000ના ભાવે કુલ 3,000 મણ કપાસનું વેચાણ કર્યું હતું. જેના બદલામાં વેપારીએ રૂ.30,00,000નો ચેક આપ્યો હતો. પરંતુ બેંકમાં રજૂ કરતાં ચેક રિટર્ન થતા મનસુખભાઈ ઘાડીયાએ કાલાવડ કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
સુનાવણી પૂર્ણ થયા બાદ કાલાવડ કોર્ટે આરોપી રમેશભાઈ પોપટભાઈ વાડોદરિયાને એક વર્ષની સાદી કેદ તથા રૂ.45,00,000નો દંડ ફટકાર્યો હતો. આ ચુકાદા સામે આરોપીએ જામનગર સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. જોકે સેશન્સ કોર્ટે તમામ દલીલો અને પુરાવાઓના આધારે કાલાવડ કોર્ટનો ચુકાદો યથાવત રાખી અપીલ નામંજૂર કરી છે.