જામનગરમાં બાઈક સ્લીપ થતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા રિક્ષાચાલકનું સારવાર દરમિયાન અપમૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર નજીક કનસુમરા પાટીયાથી સંસ્કાર પાર્ટી પ્લોટ રોડ પર થોડા દિવસો અગાઉ સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રિક્ષાચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધ્યો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના શંકરટેકરી નવી નિશાળ પાસે રહેતા 46 વર્ષીય રફીકભાઈ દોસ્તમામદભાઈ જેમલાણી (સુમરા) પોતાના સ્પ્લેન્ડર મોટરસાયકલ (જી.જે.10 એ.જી.0750) પર કોઈ કામસર નીકળ્યા હતા. દરમિયાન કનસુમરા પાટીયાથી સંસ્કાર પાર્ટી પ્લોટ રોડ પર તેમનું મોટરસાયકલ સ્લીપ થઈ જતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત બાદ રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં તેઓને પ્રથમ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તા. 22 જુલાઈ, 2026ના રોજ તેમનું મૃત્યુ થયું હતું.
આ બનાવ અંગે મૃતકના ભાઈ ઇમ્તિયાઝભાઈ દોસ્તમામદભાઈ જેમલાણીએ જાણ કરતાં સીટી 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૯૪ હેઠળ અકસ્માતે મૃત્યુ (એ.ડી.) નોંધવામાં આવ્યું છે. બનાવ અંગે આગળની કાર્યવાહી પોલીસ હેડ કોન્સ્ટેબલ એ. એમ. પીપરોતર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.




