Gujarat

કાલાવડમાં મિત્રને મળવા આવેલા નિવૃત્ત પટાવાળાનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ

By GS Team
28 Nov 20211 min read
This article was originally published on 28 Nov 2021
કાલાવડમાં મિત્રને મળવા આવેલા નિવૃત્ત પટાવાળાનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ

- દ્વારકા થી પોતાના જૂના મિત્ર ને ત્યાં કાલાવડ આવ્યા પછી બજારમાં ખરીદી કરવા જતાં બેશુદ્ધ થઈને ઢળી પડ્યા

જામનગર તા ૨૮, 

જામનગર જિલ્લાના કાલાવડમાં પોતાના મિત્રને મળવા માટે આવેલા મામલતદાર કચેરીના નિવૃત્ત પટાવાળાનું એકાએક હ્રદય બંધ પડી જતાં મૃત્યુ થયું છે. દ્વારકા થી પોતાના મિત્રને ઘેર આંટો દેવા આવ્યા પછી શાકભાજી ખરીદવા સાથે જતાં માર્ગમાં હૃદય થંભી ગયું હતું.

 આ બનાવની વિગત એવી છે કે હાલ દ્વારકામાં ટીવી સ્ટેશન પાસે રહેતા અને નિવૃત્ત જીવન જીવતા તેમજ અગાઉ કાલાવડની મામલતદાર કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવી ચૂકેલા જયસુખભાઇ મોહનલાલ પરમાર (ઉંમર વર્ષ ૬૩) કે જેઓ કાલાવડ માં રહેતા પોતાના મિત્ર મોહનભાઈ મેઘજીભાઈ દેગડા કે તેઓને મળવા માટે ખાનગી કાર ભાડે કરીને આવ્યા હતા, અને બંને મિત્રો ઘેર જમવાનું બનાવવા માટે શાકભાજી ખરીદી કરવા માર્કેટમાં ગયા હતા.

 જે દરમિયાન અકસ્માતે જયસુખભાઇ ને ચક્કર આવતાં નીચે પટકાઈ પડયા હતા, અને બેશુદ્ધ બન્યા હતા. જેથી તેઓને સારવાર માટે કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પુત્ર મનીષ કેશુભાઈ પરમારે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને મૃત દેહને દ્વારકા મોકલી આપ્યો છે.