Jamnagar

જામનગર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત્ : શહેરમાં ઝાપટાં, ત્રણ તાલુકામાં પણ મેઘમહેર

By GS Team
17 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરમાં ગઈકાલે દિવસભર વરસાદી માહોલ રહ્યો હતો. જોડિયામાં 5 મિમી, કાલાવડમાં 4 મિમી અને જામજોધપુરમાં 3 મિમી વરસાદ નોંધાયો. આજે સવારથી ફરી વાતાવરણ પલટાતા શહેરમાં ઝાપટાં પડ્યા. કાળા ડિબાંગ વાદળો ઘેરાતા વધુ વરસાદની શક્યતા છે. ખેડૂતોમાં આનંદ છવાયો છે કારણ કે આ વરસાદને 'કાચું સોનું' ગણવામાં આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત્ : શહેરમાં ઝાપટાં, ત્રણ તાલુકામાં પણ મેઘમહેર

Jamnagar Rain Update : જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ જળવાઈ રહ્યું હતું. જિલ્લામાં ખાસ કરીને જોડિયા, કાલાવડ અને જામજોધપુર તાલુકામાં મેઘરાજાએ હળવી હાજરી પુરાવી હતી. જોડિયામાં 5 મિમી, કાલાવડમાં 4 મિમી અને જામજોધપુરમાં 3 મિમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ત્રણેય તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા.
જામનગર શહેરમાં પણ ગઈકાલે દિવસ દરમિયાન ધૂપ-છાંવ જેવી સ્થિતિ જોવા મળી હતી. ક્યારેક તડકો નીકળતો તો ક્યારેક આકાશ વાદળોથી ઘેરાઈ જતું હતું. વાતાવરણમાં સતત પલટો જોવા મળતા દિવસ દરમિયાન વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો.
દરમિયાન આજે સવારથી ફરી એક વખત હવામાનમાં પલટો આવ્યો છે અને જામનગર શહેરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં હળવા વરસાદને કારણે રસ્તાઓ ભીંજાયા છે. બીજી તરફ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું રહેતા આગામી કલાકોમાં જામનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વધુ વરસાદ પડવાની શક્યતા વર્તાઈ રહી છે.
જામનગર જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ યથાવત્ હોવાથી છૂટાછવાયા ઝાપટાં પડવાની સંભાવના છે. સતત બદલાઈ રહેલા વાતાવરણ વચ્ચે ગ્રામ્ય પંથકમાં ખેતીના પાકને પણ વરસાદથી ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે. હાલ પડતા વરસાદને ખેડૂતો માટે જાણે 'કાચું સોનું' વરસી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.