જામનગર શહેર જામજોધપુર અને કાલાવડમાં જુગારના 4 સ્થળે દરોડા : 4 શખ્સો ઝડપાયા, બે ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લામાં પોલીસે જુગાર વિરોધી ઝુંબેશ દરમિયાન અલગ-અલગ 4 વિસ્તારોમાં દરોડા પાડી ચાર જુગારીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે બે આરોપીઓ ફરાર થઈ ગયા છે.
શહેરના સીટી ‘એ’ ડિવિઝન વિસ્તારમાં મોટાપીર ચોક પાસે જાહેરમાં ઘોડીપાસાના જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા હફિજ મામદભાઈ મૈતર ઝડપાઈ ગયો હતો, જ્યારે શબીર ઉર્ફે આડો અને મજીદભાઈ બાજરીયા સહિત બે શખ્સો ફરાર થઈ ગયા હતા. સ્થળ પરથી રોકડા રૂપિયા 310 સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.
આ ઉપરાંત કાલાવડ ટાઉન પોલીસે ચમન ટેકરી વિસ્તારમાંથી ફૈઝલભાઈ ફારૂકભાઈ ખેડારાને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી રોકડા રૂપિયા 200 સાથે મુદ્દામાલ જપ્ત કર્યોહતો.
લાલપુર પોલીસે શિવાજીના પુતળા નજીકથી ચેતનભાઈ પ્રવિણભાઈ ઢાકેચાને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી તેની પાસેથી રૂપિયા 370નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે જામજોધપુર પોલીસે ગાય સર્કલ પાસે ભાવેશગીરી પ્રતાપગીરી ગૌસ્વામીને વરલી મટકાના જુગાર સાથે ઝડપી રોકડા રૂપિયા 160 સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચારેય બનાવોમાં સંબંધિત પોલીસ મથકોએ જુગારધારા હેઠળ અલગ-અલગ ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




