- સિઝેરિયન પછી તબીબે ઇન્જેક્શન આપતાં ઠંડી લાગવાથી સારવારમાં દમ તોડયો, પરિવારમાં શોકની લાગણી
જામનગર તા.02
જામનગર નજીક દરેડ ગામમાં રહેતી એક પરિણીતાને જામનગરની ખાનગી ગાયનેક હોસ્પિટલમાં દાખલ કરાયા પછી પ્રસુતિ થયા બાદ તબીબએ ઇન્જેક્શન આપતાં તેણીને ઠંડી લાગ્યા પછી એકાએક મૃત્યુ નિપજયું છે. જે મામલે સીટી-એ ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.
જામનગર નજીક દરેડ માં રહેતી દિવ્યાબેન કેતનભાઇ હરવરા નામની 23 વર્ષની પરિણીતાને પ્રસૂતિ અર્થે જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં આવેલી ડો. ભગદે ની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જયાં તેણીને સિઝેરિયન મારફતે પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ત્યાર પછી પ્રસૂતાની તબિયત લથડતાં તેણીને તબીબે ઇન્જેક્શન આપ્યું હતું. દરમિયાન વધુ પડતી ઠંડી લાગવાના કારણે દિવ્યાબેન નું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ ને લઈને ખાનગી હોસ્પિટલ પરિસરમાં દોડધામ થઇ હતી તથા મૃતકના પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.


