જામનગર નજીકના દરિયામાં મોન્સૂન ફિશિંગ પ્રતિબંધનો ભંગ કરી માછીમારી કરનાર માછીમાર સામે પોલીસે ગુનો નોંધ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : રાજ્યમાં અમલમાં રહેલા મોન્સૂન ફિશિંગ પ્રતિબંધ દરમિયાન દરિયામાં માછીમારી કરી પરત ફરતા એક માછીમાર સામે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામે રહેતા બસીર સંધાર (ઉ.વ. 39) પોતાની બોટ 'ટોની' લઈને મોન્સૂન બ્રેક દરમિયાન દરિયામાં માછીમારી કરવા ગયા હતા. જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોન્સૂન સીઝન દરમિયાન દરિયામાં માછીમારી કરવા અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલમાં હોવા છતાં આરોપીએ તેનો ભંગ કરી માછીમારી કરી પરત ફરતા બેડીના જૂના બંદર જેટી ખાતે પોલીસની તપાસ દરમિયાન ઝડપાઈ ગયા હતા.
આ બનાવ અંગે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 223 તથા ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ, 2003ની કલમ 21(1)(ચ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(3)(1) મુજબ નોટિસ આપી મુક્ત કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.




