Jamnagar

જામનગર જિલ્લામાં જુગારના બે સ્થળે પોલીસના દરોડા : 11 શખ્સો ઝડપાયા, રૂ.37,900 કબજે

By GS Team
21 Nov 20262 mins read
TukuTouch Logo
જામનગર જિલ્લામાં પોલીસે જુગાર રમતા 11 શખ્સોને ઝડપી પાડ્યા છે. લાલપુરના સિંગચ ગામે ડેમ કાંઠેથી 6 શખ્સોને રૂ. 26,300 રોકડ સાથે મેઘપર (પડાણા) પોલીસે પકડ્યા હતા. જ્યારે દરેડ ગામેથી 5 શ્રમિકોને રૂ. 11,600 રોકડ સાથે પંચકોશી-બી ડિવિઝન પોલીસે દબોચ્યા હતા. કુલ રૂ. 37,900 રોકડ અને ગંજીપત્તા સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં જુગારના બે સ્થળે પોલીસના દરોડા : 11 શખ્સો ઝડપાયા, રૂ.37,900 કબજે

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. લાલપુર તાલુકાના સિંગચ ગામે ડેમના કાંઠે વાડી વિસ્તારમાં લાઇટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને મેઘપર (પડાણા) પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે જામનગર તાલુકાના દરેડ ગામે કાવેરી ડેરી પાછળની શેરીમાં જુગાર રમતા પાંચ શ્રમિકોને પંચકોશી-બી ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા. બંને દરોડામાં પોલીસે કુલ 11 શખ્સોની ધરપકડ કરી રોકડ રૂ.37,900 અને ગંજીપત્તાના 104 પાના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સિંગચમાં ડેમના કાંઠે જુગારધામ ઝડપાયું

લાલપુર તાલુકાના સિંગચ ગામના આલંબાઈ વિસ્તારમાં તાજી ડેમના કાંઠે વાડીમાં કેટલાક શખ્સો લાઇટના અજવાળે ગંજીપત્તાં વડે તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે મેઘપર (પડાણા) પોલીસે પંચોને સાથે રાખી દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી સિંગચના પ્રવીણભાઈ મેઘાભાઈ ગરચર, નંદલાલા ધરમશીભાઈ રાઠોડ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના તરઘડીના અનિરૂદ્ધસિંહ કેસરીસિંહ જાડેજા, સોઢા તરઘડીના નિકુલસિંહ દિલીપસિંહ ગોહિલ, જામનગર જિલ્લાના મુંગણીના મહેન્દ્રસિંહ ભુપતસિંહ કંચવા અને સિક્કાના દીપેશ ભરતભાઈ ચંદારાણાને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ.21,300 તથા જુગારના પટમાંથી રૂ.5,000 મળી કુલ રૂ.26,300 રોકડા અને ગંજીપત્તા કબજે કરી છ શખ્સો સામે જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધ્યો હતો.

દરેડમાં પાંચ શ્રમિકો તીનપત્તી રમતા ઝડપાયા

બીજા બનાવમાં જામનગર તાલુકાના દરેડ ગામે કાવેરી ડેરી પાછળની શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચકોશી-ડી ડિવિઝન પોલીસે બે પંચોને સાથે રાખી દરોડો પાડ્યો હતો. ગોળ કુંડાળું વળીને પૈસાની હારજીતનો જુગાર રમતા ચંદ્રેશભાઈ પ્રેમજીભાઈ બારીયા (ઉ.વ.25), બ્રિજેશ મનીરામભાઈ જાટવ (ઉ.વ.25), પ્રમોદકુમાર આશારામ પટેલ (ઉ.વ.27), ધનારામ આશારામ જાટવ (ઉ.વ.50) અને રામકુમાર સત્યનારાયણ લોધી (ઉ.વ.37)ને ઝડપી લેવાયા હતા. પાંચેય શખ્સો દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ.10,700 અને જુગારના સ્થળેથી રૂ.900 મળી કુલ રૂ.11,600 રોકડા તથા ગંજીપત્તા કબજે કર્યાં હતાં. આ પાંચેય સામે પણ જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.