Jamnagar

જામનગરમાં જુગારના ત્રણ સ્થળે પોલીસના દરોડા, 21 શખ્સો ઝડપાયા

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
જામનગર પોલીસે જુગાર સામે ઝુંબેશ તેજ કરી છે. 8 ઓગસ્ટના રોજ શંકરટેકરી, મોડપર અને હાપામાં 3 સ્થળે દરોડા પાડી 21 શખ્સોને ઝડપી પાડ્યા. પોલીસે ₹1,04,050 રોકડા સહિત કુલ ₹1,35,050નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં જુગારના ત્રણ સ્થળે પોલીસના દરોડા, 21 શખ્સો ઝડપાયા

Jamnagar: જામનગર શહેર અને જિલ્લામાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી તેજ કરતાં તા.8 ઓગસ્ટના રોજ જુદા જુદા વિસ્તારોમાં ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા. શંકરટેકરી, મોડપર ગામ અને હાપા વિસ્તારમાં પાડવામાં આવેલા દરોડામાં કુલ 21 શખ્સો ઝડપાયા હતા, જ્યારે પોલીસ દ્વારા કુલ રૂ.1,04,050ની રોકડ સહિત ગંજીપત્તા, ધોડીપાસા અને મોબાઇલ ફોન મળી કુલ રૂ.1,35,050નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

સીટી-સી ડિવિઝન પોલીસે શંકરટેકરી મામદશાહપીરની દરગાહવાળી ગલીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ફારૂક ઇકબાલભાઇ ખફી (ઉ.વ.24), ભીખુભાઇ કાસમભાઇ ચના (ઉ.વ.40), સલીમભાઇ મામદભાઇ ખીરા (ઉ.વ.39), ઇમરાન હુશેનભાઇ તાયાણી (ઉ.વ.39) અને મામદભાઇ અલ્લારખાભાઇ સંધિ (ઉ.વ.૫૫)ને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.13,900 તથા ગંજીપત્તાના ૫૨ પાના મળી કુલ રૂ.13,900નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા કલમ 12 હેઠળ કાર્યવાહી કરી હતી.

બીજો દરોડો પંચકોશી-એ ડિવિઝન પોલીસે પાડ્યો હતો. જામનગર તાલુકાના મોડપર ગામે રવેચી હોટલથી આગળ બાવળની કાંટમાં દરોડો પાડી રોન પોલીસ નામનો જુગાર રમતા ભરતભાઇ છગનભાઇ ધામેચા (ઉ.વ.38), રામજીભાઇ જેન્તીભાઇ રાઠોડ (ઉ.વ.28), ઇમરાનભાઇ મામદભાઇ શાહમદાર (ઉ.વ.37) અને કિશોરભાઇ જેઠાભાઇ ખરા (ઉ.વ.30)ને ઝડપી લીધા હતા. જ્યારે દાનાભાઇ દુદાભાઇ મકવાણા (ઉ.વ.70)ને નોટીસ આપવામાં આવી હતી. પોલીસે રોકડ રૂ.18,550 તથા ગંજીપત્તાના ૫૨ પાના મળી કુલ રૂ.18,550નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ત્રીજા દરોડામાં એલસીબીની ટીમે હાપા ખાતે કીયા કંપનીના શોરૂમ સામે આવેલી ગુજરાત રિપેરીંગ વર્કસ ગેરેજની ઉપરની ઓરડીમાં દરોડો પાડી ધોડીપાસાના જુગારમાં સંડોવાયેલા મોસીનભાઇ ઉર્ફે છોટીયો સતારભાઇ સાટી (ઉ.વ.36), વિવેકભાઇ જયરાજભાઇ ચૌહાણ (ઉ.વ.30), ઇસુબભાઇ આમદભાઇ આમરોણીયા (ઉ.વ.35), સુનીલભાઇ સુરેશભાઇ મારૂ (ઉ.વ.34), મુસ્તકીમ નજીરભાઇ લુસવાલા (ઉ.વ.21), મુસ્તુફાભાઇ સીદીકભાઇ ગલેરીયા (ઉ.વ.22), શબીરભાઇ ગુલામભાઇ ખેરાણી (ઉ.વ.39), અનવરભાઇ મહેબુબભાઇ શાહમદાર (ઉ.વ.53), અબુભાઇ કાસમભાઇ મતવા (ઉ.વ.42), અખ્તરભાઇ નુરમામદ શેખ (ઉ.વ.37), શબીરભાઇ મહમદભાઇ ધમાલીયા (ઉ.વ.35) અને ઇરફાનભાઇ સલીમભાઇ બ્લોચ (ઉ.વ.32) મળી કુલ 12 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.71,600, ધોડીપાસા નંગ-2 અને મોબાઇલ ફોન નંગ-8 કિંમત રૂ.31,000 મળી કુલ રૂ.1,02,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ તમામ સામે જુગારધારા કલમ 4-5 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

આમ, ત્રણેય દરોડામાં કુલ 21 શખ્સો ઝડપાયા હતા અને પોલીસ દ્વારા કુલ રૂ.1,04,050ની રોકડ તથા અન્ય મુદ્દામાલ મળી રૂ.1,35,050નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.