જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં જાહેરમાં ચાલતા ઘોડીપાસાના જુગાર પર દરોડો: 5 જુગારિયા ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gamblind Raid : જામનગર શહેરના સીટી "એ" ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડે કિશાન ચોક વિસ્તારમાં જાહેરમાં રમાતો ઘોડીપાસાનો
જુગાર ઝડપી પાડી પાંચ શખ્સોની ધરપકડ કરી છે.
પોલીસને મળેલી બાતમીના આધારે દ્વારકાપુરી મંદિરની અંદર જાહેર સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો.
જ્યાં આરોપીઓ ઘોડીપાસાના પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ તથા ઘોડીપાસાના પાસા મળી કુલ રૂ.10,800નો
મુદ્દામાલ કબજે કર્યો હતો.
પકડાયેલા આરોપીઓમાં કલ્પેશ બાલમુકુંદભાઈ પંડ્યા, સચીન અમૃતલાલ લખીયર, રવજીભાઈ નારણભાઈ વાઘોણા, રાજેશભાઈ
કરમશીભાઈ આંકેડા અને નિલેશ ચંદુલાલ સોનપાલનો સમાવેશ થાય છે.
આ અંગે સીટી "એ" ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી
વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




