જામનગર જિલ્લામાં જુગારના 4 સ્થળે પોલીસના દરોડા : 24 જુગારીયા ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid :જામનગર જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે અલગ અલગ સ્થળોએ કાર્યવાહી કરી તીનપત્તીનો જુગાર રમતા કુલ 24 શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે બે શખ્સ પોલીસને જોઈ નાસી છૂટ્યા હતા. ચારેય દરોડામાંથી કુલ રૂ.63,510ની રોકડ રકમ તથા ગંજીપાના મળી આવ્યા હતા. જામજોધપુરના દરોડામાં મોટરસાઇકલ સહિત કુલ રૂ.48,400નો અને ચારેય દરોડામાં મળીને કુલ રૂ.98,510નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ધ્રોલ પોલીસ દ્વારા તા.6ના રોજ બપોરે ધ્રોલ યા પીર જવાના રસ્તે જાહેરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. સ્ટ્રીટ લાઇટના અજવાળામાં તીનપત્તી રોન પોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની કાર્યવાહી દરમિયાન કુલ પાંચ ઇસમો ઝડપાયા હતા. પોલીસે રોકડ રૂ.2,070 તથા ગંજીપત્તા મળી કુલ રૂ.2,070નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહીમાં હુશેનભાઈ અબ્દુલભાઈ બોઘા અને જાવીદભાઈ અબાસભાઈ સુમારીયાને બી.એન.એસ.એસ.ની કલમ 35(3) મુજબની નોટિસ આપવામાં આવી હતી.
લાલપુર પોલીસ દ્વારા બાઘલા ગામમાં મોટા પીરની દરગાહ સામેના ખુલ્લા પટ્ટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે વિશાલભાઈ અરવિંદભાઈ રૂપાપરા, રમેશભાઈ બાબુભાઈ ભટ્ટી, બસીરભાઈ ઓસમાણભાઈ નાઈ, કરણાભાઈ મેઘાભાઈ ખાટરીયા, કારાભાઈ હાજીભાઈ સમા, રઘુભાઈ આંબાભાઈ બોસરીયા અને રહીમ હોથીભાઈ નાઈને ઝડપી લઈ તેમની પાસેથી રોકડ રૂ.16,540 તથા ગંજીપત્તા મળી કુલ રૂ.16,540નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સીટી-સી પોલીસ દ્વારા સાતનાળા સદગુરુ સોસાયટીના હુશેની ચોકમાં તા.7ના વહેલી સવારે દરોડો પાડવામાં આવ્યો હતો. જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા દિલીપભાઈ ઢાલુમલ સામનાણી, હબીબભાઈ ઉમરભાઈ બ્લોચ, ધર્મેશ બળવંતભાઈ ચૌહાણ, હુશેનભાઈ યુસુફભાઈ સમા, હશનભાઈ હમીદભાઈ કુરેશી, રફીકભાઈ હુશેનભાઈ ખુરેશી અને ઈશાકભાઈ જુમાભાઈ ગજણને ઝડપી લેવામાં આવ્યા હતા. સ્થળ પરથી રોકડ રૂ.31,500 તથા ગંજીપત્તા મળી કુલ રૂ.31,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
જામજોધપુર પોલીસે ટાઉન વિસ્તારમાં રાત્રિના કોમ્બિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ઘાસ ગોડાઉન પાસે મેહુલભાઈ પાટડીયાના મકાન બહાર સ્ટ્રીટ લાઇટના અજવાળામાં તીનપત્તીનો જુગાર રમતા શખ્સો સામે દરોડો પાડ્યો હતો. સાત શખ્સો પૈસાની હારજીતનો જુગાર રમતા મળી આવ્યા હતા, જેમાંથી પોલીસને જોઈ બે શખ્સો અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યા હતા. પોલીસે મેહુલભાઈ વસ્તાભાઈ પાટડીયા, ચંદ્રેશભાઈ કિશોરભાઈ વરાણીયા, કાનજીભાઈ જીકાભાઈ વાઘેલા, ભાવેશભાઈ અશોકભાઈ ડાભી અને પ્રકાશચંદ્ર ભુપતભાઈ બુદરીયાને ઝડપી લીધા હતા. સ્થળ પરથી રોકડ રૂ.13,400, ગંજીપત્તા તથા મોટરસાઇકલ મળી કુલ રૂ.48,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે ભાગી ગયેલા ભરતભાઈ ધામેચા અને રમેશભાઈ મંગાભાઈ લુદરીયાને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.




