જામનગરમાં મોહરમ પર્વને અનુલક્ષીને પોલીસનું ફૂટ પેટ્રોલિંગ : જિલ્લા પોલીસ વડા ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગર શહેરમાં મોહરમ પર્વ શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવામાં આવી છે. મોહરમ દરમિયાન તાજીયાઓ નીકળતા માર્ગો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા વિશેષ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જિલ્લા પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ દરબારગઢ વિસ્તાર સહિત શહેરના મુખ્ય માર્ગો અને તાજીયાઓના નિર્ધારિત સ્થળોએ પોલીસ જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તાજીયાઓ જે માર્ગો પરથી પસાર થવાના છે, તે વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતત સતર્ક બની કામગીરી કરી રહી છે.
પોલીસ દ્વારા સ્થાનિક આગેવાનો અને મોહરમ સમિતિના સભ્યો સાથે પણ સંકલન સાધી શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન શહેરમાં પૂરતી પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું પણ પોલીસ તંત્રએ જણાવ્યું છે.
જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. મોહરમના તહેવારને લઈને સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી રહી છે. ડો.રવિ મોહન સૈનિ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા.









