Jamnagar

જામનગરમાં દારૂ વિરુદ્ધ પોલીસના સઘન દરોડા : 3 સ્થળેથી વિદેશી-દેશી દારૂનો જથ્થો ઝડપાયો

By GS Team
11 Jul 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસે ઝુંબેશ ચલાવી છે. શહેરના વિકાસ ગૃહ રોડ અને નાગનાથ ગેઇટ વિસ્તારમાંથી પોલીસે 2 આરોપીઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં કુલ 36,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જ્યારે જાગૃતિનગરના એક ઝૂંપડામાં દરોડા દરમિયાન 1 મહિલા આરોપી ફરાર થઈ ગઈ હતી. પોલીસે 5,400 રૂપિયાનો દેશી દારૂ અને ભઠ્ઠીનો સામાન કબજે કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં દારૂ વિરુદ્ધ પોલીસના સઘન દરોડા : 3 સ્થળેથી વિદેશી-દેશી દારૂનો જથ્થો ઝડપાયો

Jamnagar Liquor Raid : જામનગર શહેર અને જિલ્લામાં દારૂના વેપાર સામે પોલીસે સઘન ઝુંબેશ ચલાવી અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડી વિદેશી તેમજ દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે એક મહિલા આરોપી ફરાર થઈ ગઈ હોવાનું પોલીસના ચોપડે નોંધાયું છે.
સીટી બી. ડિવિઝન પોલીસે વિકાસ ગૃહ રોડ વિસ્તારમાં દરોડો પાડી ક્રિપાલસિંહ સુખદેવસિંહ ઝાલા (ઉ.વ.22, રહે. શાંતિનગર, મચ્છરનગર)ને ભારતીય બનાવટના વિદેશી દારૂના 70 ચપલા કિંમત રૂ.21,000 સાથે ઝડપી પાડ્યો હતો.
આ ઉપરાંત સીટી બી ડિવિઝન પોલીસે જ નાગનાથ ગેઇટ રોડ સ્મશાન પાસે દરોડો પાડી ગૌતમ ઉર્ફે ગટ્ટી રમેશભાઈ પરમાર (ઉ.વ. 21, રહે. નાગેશ્વર કોલોની, જામનગર) પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 2 બોટલ અને 40 ચપલા મળી કુલ રૂ.15,600નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી.
બીજી તરફ સીટી સી ડિવિઝન પોલીસે જાગૃતિનગર, નીલકમલ સોસાયટી પાછળ આવેલા ઝૂંપડામાં દરોડો પાડતા ભગવતીબેન પ્રકાશભાઈ ડાભી નામની મહિલા આરોપી સ્થળ પરથી ફરાર મળી આવી હતી. પોલીસને ત્યાંથી 15 લિટર દેશી દારૂ કિંમત રૂ.3,000, દેશી દારૂ બનાવવા માટેનો 90 લિટર આથો કિંમત રૂ.2,250 તેમજ ભઠ્ઠીના સાધનો કિંમત રૂ.150 મળી કુલ રૂ.5,400નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી ફરાર મહિલા આરોપીને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે.
ત્રણેય બનાવોમાં સંબંધિત પોલીસ મથકોએ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.