જામનગરમાં “નવરાત્રી” ના પર્વને અનુલક્ષીને પોલીસ દ્વારા શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થા જાળવવા કવાયત : સંવેદનસીલ વિસ્તારોમાં “કોમ્બિંગ” નાઈટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગર શહેરમાં આગામી તા.11 ઓક્ટોબરના રોજથી પ્રારંભ થઇ રહેલા નવરાત્રીના પર્વને ધ્યાનમાં રાખીને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તેમજ તહેવાર દરમ્યાન કોઇપણ પ્રકારની અનિચ્છનીય ઘટના "ન" બને અને કોમી સૌહાર્દ, શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તેવા ઉદ્દેશ્ય સાથે જામનગર પોલીસ સતર્ક બની છે.
જામનગરના ઇન્ચાર્જ જીલ્લા પોલીસ અધિક્ષક પ્રતિભા રાવના માર્ગદર્શન હેઠળ જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સુચનાથી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ.ડોડીયા સહિત સ્ટાફ ગત મોડી રાત્રે કોમ્બિંગ યોજાઇ હતી.
જેમાં સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ.ડોડીયા, પીએસઆઇ ડી.જી.રામાનુજ સહિત સ્ટાફ દ્વારા સંવેદનશીલ વિસ્તાર જેમકે પટણીવાડ વિસ્તાર, ભોયવાડો વિસ્તાર, વાઘેરવાડો વિસ્તાર અને મીરાદાતાર વિસ્તારમાં કોમ્બિંગ કરી વાહન ચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકીંગ તેમજ ફોર-વ્હીલોમાં બ્લેક કાચ હટાવવા, બાઇકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ધુમ સ્ટાઇલથી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમોના ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




