Jamnagar

જામજોધપુર પાસે માર્ગ પર પડેલું વિશાળ વૃક્ષ રાહદારીઓએ હટાવ્યું : માનવ એકતાનું ઉત્તમ ઉદાહરણ

By GS Team
11 Jul 20261 min read
TukuTouch Logo
જામનગર નજીક જામવાળી-બાલવા રોડ પર સવારે 8 વાગ્યે એક વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. જોકે, સ્થાનિક લોકો અને વાહનચાલકોએ જાતે જ આગળ આવી સરકારી તંત્રની રાહ જોયા વિના વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. સૌના સહિયારા પ્રયાસથી થોડા જ સમયમાં રસ્તો ખુલ્લો કરાયો હતો, જે માનવ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામજોધપુર પાસે માર્ગ પર પડેલું વિશાળ વૃક્ષ રાહદારીઓએ હટાવ્યું : માનવ એકતાનું ઉત્તમ ઉદાહરણ

Jamnagar : જામજોધપુર નજીક જામવાળી–બાલવા રોડ પર આજે સવારે આશરે 8 વાગ્યાના સમયે અચાનક એક વિશાળ વૃક્ષ રસ્તાની વચ્ચે ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો, અને બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
આ દરમિયાન ત્યાંથી પસાર થતા વાહનચાલકો, રાહદારીઓ અને સ્થાનિક લોકોએ કોઈ સરકારી તંત્રની રાહ જોયા વગર સ્વયં આગળ આવી માનવતા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સૌએ સાથે મળીને જાતમહેનતથી રસ્તા પર આડું પડેલું વિશાળ વૃક્ષ એક બાજુ ખસેડવા ભારે જહેમત ઉઠાવી હતી.
થોડા સમયની મહેનત બાદ વૃક્ષને રસ્તા પરથી હટાવવામાં સફળતા મળતાં વાહનવ્યવહાર ફરી પૂર્વવત થયો હતો. આ પ્રસંગે કોઈ જાતિ, ધર્મ કે ઓળખનો ભેદ રાખ્યા વિના સૌએ એકજૂથ બની કરેલા સહયોગે સાચા અર્થમાં "માનવ એકતા જ મહાન શક્તિ છે" તેવો સંદેશ સમાજને આપ્યો હતો.