Gujarat

જામનગરથી મુંબઈ હવાઈ મુસાફરી કરનારા પ્રવાસીઓએ 72 કલાક પહેલાનો કોરોના નેગેટિવ રિપોર્ટ આપવો પડશે

By GS Team
3 Dec 20211 min read
This article was originally published on 3 Dec 2021
જામનગરથી મુંબઈ હવાઈ મુસાફરી કરનારા પ્રવાસીઓએ 72 કલાક પહેલાનો કોરોના નેગેટિવ રિપોર્ટ આપવો પડશે

જામનગર, તા. 3 ડિસેમ્બર 2021 શુક્રવાર

જામનગરથી મુંબઈ પ્રતિદિન એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉપડે છે, અને મુંબઈથી જામનગર આવે છે. ત્યારે મુંબઈ સહિત મહારાષ્ટ્ર તરફ જનારા મુસાફરોએ 72 કલાક પહેલાંનો આર. ટી.પી. સી. આર. નેગેટિવ કોવિડ રિપોર્ટ રજૂ કરવા સૂચના અપાઇ છે.

જામનગર થી મુંબઈ તરફ જનારા મુસાફરો એ 72 કલાક પહેલા નો કોરોના આર. ટી.પી.સી. આર. નેગેટિવ કોવિડ રિપોર્ટ સાથે રાખીને જ ફ્લાઈટમાં જવાનો આગ્રહ રખાયો છે. નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી જ મુસાફરોને એરપોર્ટમાં ફ્લાઈટમાં બેસવા દેવામાં આવશે. તેવી એર ઇન્ડિયા તરફથી સૂચના જારી કરવામાં આવી છે, અને તેની આજથી અમલવારી શરૂ કરી દેવાઇ છે. જેથી હવે કોવિડ નેગેટિવ રિપોર્ટ વિના કોઈ મુસાફરો હવાઈ મુસાફરી કરી શકશે નહીં.

જોકે જે મુસાફરોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હશે, અને ફુલ્લી વેકસીનેટેડ હશે તેઓ એ કોવિડ ટેસ્ટ રિપોર્ટ રજૂ કરવાની જરૂર રહેશે નહીં, અને તેઓએ વેક્સિન સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.