જામનગર શહેરને કચરામુક્ત બનાવવા મનપાની ઝુંબેશ 225 કચરાપેટીઓ હટાવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Corporation : જામનગર શહેરને કચરામુક્ત બનાવવા મહાનગરપાલિકા દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો તથા વિવિધ વિસ્તારોમાંથી 225 થી વધુ કચરાપેટીઓ હટાવી લેવામાં આવી છે, અને શહેરીજનોને કચરો મહાનગરપાલિકાના ગાર્બેજ કલેકશન વાહનમાં જ આપવા કમિશનર દીપેશ કેડિયાએ અનુરોધ કર્યો છે.
ડોર ટુ ડોર કચરા સંકલનની વ્યવસ્થા હોવા છતાં જાહેરમાં કચરો ફેંકાતો હોવાથી મનપા દ્વારા ગાર્બેજ ફ્રી સિટી, ડસ્ટબીન ફ્રી તથા ખુલ્લા કચરાના સ્થળો (જીવીપી) બંધ કરવા કામગીરી હાથ ધરાઈ છે. દુકાનદારો અને ધંધાર્થીઓને કચરો ડસ્ટબીનમાં રાખવા તેમજ દુકાન ખોલતી-બંધ કરતી વખતે ગંદુ પાણી જાહેર માર્ગ પર નહીં છોડવા પણ તાકીદ કરવામાં આવી છે. સિંગલ સ્ટિકના ઉપયોગ સહિતની બાબતો અંગે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
શહેરમાં રેકડી-પથારાવાળા, દુકાનદારો તથા હોટલ સંચાલકોને આસપાસ ગંદકી નહીં કરવા અને વ્યવસાય પૂર્ણ થયા બાદ કચરો યોગ્ય જગ્યાએ જ નાખવા કડક સૂચના આપવામાં આવી હતી. જાહેર માર્ગો પરના દબાણો અંગે પણ સ્થળ પર જરૂરી કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી.




