Jamnagar

જામનગરમાં સફાઈના મુદ્દે મ્યુનિસિપલ કમિશનર એક્શનમાં : વોર્ડ નં.10માં સફાઈ, ગટર અને સ્વચ્છતા અંગે નિરીક્ષણ

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગર મનપા કમિશનર દીપેશ કેડિયાએ શહેરની સફાઈ વ્યવસ્થા સુધારવા વોર્ડ નંબર 10ના શાકમાર્કેટ, ભોઇવાડો સહિતના વિસ્તારોની મુલાકાત લીધી. આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા અને અન્ય અધિકારીઓ સાથે તેમણે સ્થળ પર ગટર, કચરાના નિકાલનું નિરીક્ષણ કર્યું. સ્થાનિક નગરસેવકો અને નાગરિકો સાથે સંવાદ કરીને તાત્કાલિક સમસ્યા નિવારવા સૂચના આપી, સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં સફાઈના મુદ્દે મ્યુનિસિપલ કમિશનર એક્શનમાં : વોર્ડ નં.10માં સફાઈ, ગટર અને સ્વચ્છતા અંગે નિરીક્ષણ

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા શહેરમાં સફાઈ વ્યવસ્થાને લઈને સતર્ક બન્યા છે. શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોને સફાઈ તથા ગટર સંબંધિત સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે આજે તેમણે વોર્ડ નંબર 10ના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને સ્થળ પર સફાઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
કમિશનર દીપેશ કેડિયાની આ મુલાકાત દરમિયાન આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા સહિત સોલિડ વેસ્ટ શાખા, ભૂગર્ભગટર શાખા તથા અન્ય સંબંધિત શાખાઓના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. વોર્ડ નંબર 10ના શાકમાર્કેટ વિસ્તાર, ભોઇવાડો, મોટા આશાપુરા ચોક સહિતના વિસ્તારોમાં સફાઈની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ મુલાકાત દરમિયાન રોડ-રસ્તાઓની સફાઈ, કચરાના નિકાલ તેમજ ગટરલક્ષી સમસ્યાઓ અંગે વિગતો મેળવી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જ્યાં સફાઈ કે ગટર સંબંધિત પ્રશ્નો જણાય ત્યાં તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી સમસ્યાઓનું નિરાકરણ લાવવા કમિશનરે તાકીદ કરી હતી.
વોર્ડ નંબર 10ના સ્થાનિક નગરસેવકો સંજય દાઉદિયા અને નિલેશ હાડા સહિતના આગેવાનો પણ આ મુલાકાતમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક વેપારીઓ અને નાગરિકો સાથે સંવાદ કરીને તેમના પ્રશ્નો અને મુશ્કેલીઓ અંગે જાણકારી મેળવવામાં આવી હતી. નાગરિકોને સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા અપીલ પણ કરવામાં આવી હતી.
શહેરની સફાઈ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે કમિશનરની આ સ્થળ મુલાકાતને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સફાઈ અને ગટર સંબંધિત પ્રશ્નોના ઝડપી નિરાકરણ સાથે શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સંબંધિત શાખાઓને સક્રિય રહી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.