Jamnagar
જામનગર નજીક મોટી ખાવડી સીમમાં પાણીની ટાંકી તપાસવા ગયેલા પરપ્રાંતીય શ્રમિકનું નીચે પટકાતાં કરુણ મૃત્યુ
By GS Team
20 Jul 20261 min read
જામનગર તાલુકાના મોટી ખાવડી સીમમાં વાડીની પાણીની ટાંકી તપાસવા ગયેલા મૂળ કેરળના 24 વર્ષીય ડીવેન્સ સીવાનનું અકસ્માતે અવસાન થયું છે. ટાંકી પાસે પગ લપસતા તેઓ પટકાયા હતા, જેથી ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. મેઘપર (પડાણા) પોલીસે B.N.S.S. કલમ 194 હેઠળ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર તાલુકાની મોટી ખાવડી સીમમાં આવેલી વાડીમાં પાણીની ટાંકી તપાસવા ગયેલા મૂળ કેરળના રહેવાસી અને હાલ મોટી ખાવડી સીમમાં રહેતા ડીવેન્સ સીવાન (ઉ.વ. 24 વર્ષ)નું અકસ્માતે મૃત્યુ નીપજ્યું છે.
પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ ડીવેન્સ પાણીની ટાંકી તપાસવા ગયા હતા. દરમિયાન અચાનક તેમનો પગ લપસતાં શરીરનું સંતુલન ગુમાવી તેઓ જમીન પર પટકાયા હતા. ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
આ અંગે મિથિલેશકુમાર સુભાષચંદ્ર શુક્લની જાણના આધારે મેઘપર (પડાણા) પોલીસ મથકે બી.એન.એસ.એસ. કલમ 194 હેઠળ અકસ્માત મોતનો દાખલો નોંધાયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.