જામનગર નજીક સરમત પાટિયા પાસે આધેડનું અચાનક બેભાન થયા બાદ અપમૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર તાલુકાના રાવલસર નજીક સરમત પાટિયા વિસ્તારમાં રહેતા 56 વર્ષીય આધેડનું અચાનક બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સિક્કા પોલીસ સ્ટેશનમાં અકુદરતી મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસમાં જાહેર કરાયેલી વિગતો મુજબ, પેથાભાઈ પાલાભાઈ સાખરા (ઉં.વ. 56), જે સરમત પાટિયા પાસે ચંદરીયા સ્કૂલની પાછળ રહેતા હતા, તેઓ તા. 16 ઓક્ટોબરના રોજ બપોરે બહાર હોટલમાં જમ્યા બાદ પેટમાં ગેસ અને અપચા જેવી તકલીફ અનુભવતા હતા. ત્યારબાદ રાત્રે આશરે 10:30 વાગ્યાના અરસામાં તેઓ અચાનક બેભાન જેવા થઈ ગયા હતા.
તેમને સારવાર માટે લઈ જવામાં આવતાં ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કર્યા હતા. મૃતકના પુત્ર ભાવેશભાઈ પેથાભાઈ સાખરાએ આ અંગે તા. 17 ઓક્ટોબરે સિક્કા પોલીસને જાણ કરી હતી. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 મુજબ અકુદરતી મૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુનું ચોક્કસ કારણ તપાસ બાદ સ્પષ્ટ થશે.




