Jamnagar

જામનગરના વસઈ ગામના માનસિક અસ્થિર યુવાનનો લહેર તળાવમાં ઝંપલાવી આપઘાત

By GS Team
7 Sep 20261 min read
TukuTouch Logo
જામનગર નજીક નાઘેડીના તળાવમાંથી 23 વર્ષીય અવિરાજસિંહ મહિપતસિંહ ગોહિલનો મૃતદેહ મળ્યો હતો. નાઘેડી સરપંચે ફાયર બ્રિગેડને જાણ કરતા ટીમ પહોંચી હતી. સ્થાનિક તરવૈયાઓએ યુવકને બહાર કાઢી 108 દ્વારા જી.જી. હોસ્પિટલ ખસેડ્યો, જ્યાં તેને મૃત જાહેર કરાયો. વસઈ ગામનો અવિરાજસિંહ માનસિક બીમારીથી પીડાઈ રહ્યો હતો અને તેણે તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું પોલીસનું અનુમાન છે. પોલીસે કાર્યવાહી કરી મૃતદેહ પરિવારને સોંપ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના વસઈ ગામના માનસિક અસ્થિર યુવાનનો લહેર તળાવમાં ઝંપલાવી આપઘાત

Jamnagar News : જામનગર નજીક નાઘેડી પાસે આવેલા તળાવમાંથી ગઈકાલે સાંજે એક માનવ બેશુદ્ધ હાલતમાં પાણીમાં પડી રહ્યો છે, તેઓ સંદેશ નાઘેડી ગામના સરપંચ સુરેશભાઈ બાંભવા મારફતે ફાયર બ્રિગેડને મળ્યો હતો. જેથી ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તે દરમિયાન કેટલાક સ્થાનિક તરવૈયાઓએ પાણીમાં ડૂબેલા યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લઈ 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, પરંતુ ત્યાં તેનો મૃતદેહજ પહોંચ્યો હતો અને તબીબો દ્વારા તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસ ઘટના સ્થળે અને ત્યારબાદ જીજી હોસ્પિટલમાં દોડી ગઈ હતી જ્યાં મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસ દરમિયાન મૃતકનું નામ અવિરાજસિંહ મહિપતસિંહ ગોહિલ (ઉંમર વર્ષ 23) અને જામનગર તાલુકાના વસઈ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક યુવાન છેલ્લા કેટલાક સમયથી માનસિક અસ્થિરતા ગુમાવી બેઠેલા હતા અને તેની દવા પણ ચાલતી હતી. દરમિયાન પોતાની બીમારીથી તંગ આવી જઈ તેણે ગઈકાલે લહેર તળાવમાં ઝંપલાવી આ પગલું ભરી લીધું હોવાનું પોલીસ દ્વારા અનુમાન કરાયું છે. મૃતકના પિતરાઈભાઈ વગેરે આવી જતાં તેઓને મૃતદેહનો કબજો સોંપી દેવાયો છે.