Jamnagar

મેઘપર પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીને ઝડપી લઇ રૂ.96 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

By GS Team
21 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરમાં મેઘપર (પડાણા) પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. ખાનગી કંપનીના સ્ટોર રૂમમાંથી કોપરની 15 પ્લેટો ચોરાઈ હતી, જેની કિંમત રૂ. 96,000 હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિંગના આધારે તપાસ કરી સિક્કાના મહેબુબ ખલીફા (ઉ.વ. 35) અને ગોપાલસિંહ રાજપુત (ઉ.વ. 41)ને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેઘપર પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીને ઝડપી લઇ રૂ.96 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

Jamnagar Theft Case : મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા તેમજ અનડીટેક્ટ મિલકત સંબંધિત ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડવા રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને, લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા રાવના સીધા માર્ગદર્શન હેઠળ મેઘપર (પડાણા) પોલીસ સ્ટાફ દ્વારા ઘરફોડ ચોરીના બનાવનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.
મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 305(એ), 331(3), 331(4) સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં ફરિયાદીની ખાનગી કંપનીના સ્ટોર રૂમમાં રાખવામાં આવેલા કન્ટેનરમાંથી કોપરની પ્લેટોની ચોરી થઈ હતી. આ બનાવ અંગે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિંગના આધારે તપાસ હાથ ધરી હતી. જે ચોરીના મુદ્દામાલ સાથે પોલીસે સિક્કા ગામના મહેબુબભાઈ ગુલામભાઈ ઉર્ફે સલીમભાઈ ખલીફા (ઉ.વ.35) તથા ચંગા પાટીયા, ગોરાણીયા પેટ્રોલપંપ નજીક રહેતા ગોપાલસિંહ ભંવરસિંહ રાવણા રાજપુત (ઉ.વ.41)ને ઝડપી લીધા હતા.
પોલીસે બંને આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલી કોપર ધાતુની પ્લેટ નંગ-15, કુલ કિંમત રૂ.96,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને આરોપીઓની ધોરણસર અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.